નેત્રંગ પ્રાથમિક શાળાની શિક્ષિકા ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પ્રાથમિક શાળાની શિક્ષિકા ઝાલા રામીબેન દેવસીભાઈને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને શિક્ષણ ક્ષેત્રે કરેલી અનોખી કામગીરી બદલ મળ્યો છે,જેમાં ઈનોવેશન અને ક્રિયાત્મક સંશોધન, રીસર્ચ પેપર લેખન અને પ્રેઝન્ટેશન, તજજ્ઞ અને નિર્ણાયક તરીકેની કામગીરી, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં યોગદાન, School Innovation Councilની પ્રવૃત્તિઓ અને રમત દ્વારા શિક્ષણને પ્રોત્સાહન સામેલ છે.

રામીબેનની આ ઉપલબ્ધિથી નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાના સમગ્ર શિક્ષણ પંથકમાં આનંદનું મોજું ફરી વળ્યુ છે. શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન વસાવા જણાવે છે કે રામીબેનની આ ઉપલબ્ધિથી તાલુકા તથા જિલ્લાનું ગૌરવ વધ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!