(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં RTE હેઠળ શાળામાં પ્રવેશ માટે ખોટા આવકના દાખલાનું ષડયંત્ર ઝડપાતા શિક્ષણ જગતમાં ખળ ભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં એડમિશન મેળવવા માટે નકલી આવકના દાખલા બનાવવા મામલે ૫ ઈસમો વિરૂદ્ધમાં રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ માં ઘણી ચોકા વનારી હકીકત બહાર આવી છે.જેમાં તપાસ દરમ્યાન નર્મદા જિલ્લાની મંજૂર કરાયેલી ૫૩૭ અરજી માંથી ૪૭ શંકાસ્પદ નીકળી છે અને આવકના ખોટા દાખલાથી લીધેલા ૨૯ પ્રવેશ રદ્દ કરાતા શિક્ષણ જગતમાં આ RTE કૌભાંડે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અધિકારીને ૧૪૬ દાખલાની ખરાઈ કરવા આપતાં ૪૭ દાખલા ખોટાનીકળ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા ૩૦૫ વિદ્યાર્થી માંથી ૨૯ પ્રવેશ બોગસ દાખલાને કારણે રદ્દ કરવાની ફરજ પડી છે.હવે આ ૨૯ લોકોના દાખલાનો સાંધો જો દર્પણ પટેલ સાથે મળતો હશે તો વધુ ૨૯ લોકો સામે કાર્યવાહી નક્કી છે.
આ અંગે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે ગાંધીનગર નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી ખાતેથી ૫૦ હજારથી નીચી આવક ધરાવતા આવકના દાખલાની ખરાઈ માટે જણાવતાં ખોટા આવકના દાખલા રજૂ કરનારા અરજદારો ધ્યાનેઆવતાં ૨૯ સામે કાર્યવાહી કરાઈ છે.
જયારે આ અંગે વાલી હેમલતાબેન વસાવા,રાજપીપળાએ જણાવ્યું હતું કે ફી ભરવી ન પડે એટલે સારી આવકવાળા પણ પડાપડી કરે છે
રાઈટ ટૂ એજ્યુકેશન (RTE)ના અધિકારની યોજનામાં ખાનગી શાળામાંબાળક ભણે અને સ્કૂલ ફી સરકાર ભરે એટલે છોકરાઓને મફત ભણાવવાસરકારી નોકરી અને સારી આવકવાળા લોકો પણ પ્રવેશ મેળવવા પડાપડીકરે, જેમાં આ યોજનામાં જેનો સાચો હક્ક છે એ ગરીબ બાળક પ્રવેશથીવંચિત રહી જાય છે.એટલે આવા ખોટા પ્રવેશ મેળવનારાને સજા થવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે સાંસદ મનસુખ વસાવાએ પ્રતિ ક્રિયા આપી ચિંતા વ્યક્ત કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is