(સંજય પટેલ,જંબુસર)
પંજાબ કેસરી, યુગદ્રષ્ટા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય વલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબની 150મી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નિર્માણ થયેલ વલ્લભ સ્મારક પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય નિત્યાનંદ સુરી મહારાજ સાહેબના હસ્તે કુરાલ ગામે આશરે 700 વર્ષ પહેલા શ્રેયાંશ નાથ ભગવાન જે મૂળનાયક કહેવાય છે. કુરાલ ગામે જમીનમાંથી પાંચ મૂર્તિઓ નીકળી હતી અને ગામમાં જૈન મંદિર બનાવવામાં આવ્યું હતું. સમયાંતરે આજથી છ વર્ષ પહેલા જંબુસર પાદરા હાઈવે કુરાલ ખાતે સુશીલાબેન શાંતિચંદ ઝવેરી દ્વારા કિશોરભાઈ ઉર્ફે બિલ્લાભાઈ ના સ્વદ્રવ્યથી ભવ્ય જૈન તીર્થ 2019 માં નવનિર્મિત બનાવવામાં આવ્યું હતું.જે તીર્થંકરનો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ત્યારથી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભાઈ બહેનો આ તીર્થંનો લાભ લઈ રહ્યા છે.આજે આ તીર્થંની સાતમી સાલગીરીના પ્રારંભે શ્રેયાંશનાથ ભગવાનની ધાર્મિક રીતે રિવાજ જૈન શાસન પરંપરા મુજબ વિધિકાર શિરીષભાઈ શાહ દ્વારા પૂજા વિધિ, ભજન કીર્તન, સત્સંગ અને ધ્વજારોહણ વિધિ પૂજ્ય પન્યાસ સૂર્યોદય વિજયજી મહારાજ સાહેબ તથા મુનિ શ્રી તત્વાનંદ વિજય મહારાજ સાહેબની ખાસ નિશ્રામાં સંપન્ન કરવામાં આવી હતી.આ પ્રસંગે પૂર્વ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, કિશોરભાઈ ઝવેરી,અંજલીબેન ઝવેરી, ડોક્ટર જય ઝવેરી, દીપ ઝવેરી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.
મહારાજ સાહેબે પોતાના આશિષમાં જણાવ્યું હતું કે બિરાજમાન થતા ભગવાન અને ચઢતી ધજાના દર્શન કરવા ભાગ્યશાળીને મળે છે,ધજા ચડે છે આકાશમાં તે પ્રકારે તમામની વિજય ધજાઓ લહેરાતી રહે, બે પ્રકારના તીર્થ છે જંગમતીર્થ, સ્થાવર તીર્થ, અંગે સવિસ્તાર સમજાવ્યું હતું. અને અન્ય જગ્યા પર કરેલા પાપ તીર્થસ્થાનમાં નાશ થાય છે. તથા પૂજાનું મહત્વ સમજાવ્યું,જીવનમાં કોઈ કાર્ય થાય કે ના થાય પરંતુ પરમાત્માની પૂજા સાથે તેમની આજ્ઞા અનુસાર જિનાલય ના નિયમો પ્રમાણે વર્તવુ જોઈએ, જીવનમાં પરમાત્મા, ગુરુદેવ, માતા પિતાને ભૂલવું નહીં તથા આપણને જૈન ધર્મ, માનવ ધર્મ મળ્યો છે તો ધર્મ અનુસરણ પ્રમાણે કાર્ય કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કુરાલ ડેપ્યુટી સરપંચ રાજુભાઈ પટેલ, મુકેશભાઈ શાહ, હિતેશભાઈ શાહ, જેપી કંસારા સહિત શ્રાવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન પૂજા વિધિ મહાપ્રસાદનો લાભ લીધો હતો.




