નર્મદાના માંગરોળ ગામે નર્મદા મૈયાને 1500ફૂટ લાંબી સાડી ચુંદડી અર્પણ કરાઈ

SHARE:

– સમસ્ત માંગરોલ ગામ નર્મદા જયંતિ ઉત્સવમાં જોડાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

જેના દર્શન માત્રથી પવિત્ર થવાય એવી નર્મદા નદીની આજે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદી કિનારે આવેલા માંગરોલ ગામમાં નર્મદા મૈયાને 450 મીટર એટલે કે લગભગ 1500ફૂટ લાંબી સાડી અર્પણ કરીને નર્મદામૈયાનું પૂજન કરવામાં આવ્યું હતું.અને ગ્રામજનોદ્વારાભવ્ય શોભાયાત્રા કાઢી ભેગા મળી મહાપૂજા કરવામાં આવી હતી.

પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતી છે.ત્યારે નર્મદા જયંતિ નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી.અને નર્મદા મૈયાની નમામિ દેવી નર્મદે..ના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયા ને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા હતા.અને એક બીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરવામાં આવી હતી. ત્યારે નર્મદા મૈયા ને 1500 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.સાથે સાથે દસથી વધારે નૌકાઓ ની મદદ લઇ શ્રધ્ધાળુઓ  નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે,જોકે આ માંગરોળ ગામ બે વર્ષ પહેલા આ ગામમાં નર્મદાનું પુર આવવા ને કારણે ગામ ડૂબી ગયું હતું અને ખેડૂતોને મોટા પાયે નુકશાન પણ થયું હતું છતાં આ ગામના આ ગ્રામમજનો માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા  હોવાને કારણે મા નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!