(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ એકતાનગર સફારી પાર્ક ખાતે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિર ડાયરેક્ટર બીપુલ ચક્રબર્તી, એડિશનલ ડાયરેક્ટર સોહમ મુખર્જી, પ્રદ્યુમ્ન પ્રકાશ (જીએમ – સપોર્ટ સર્વિસ) તેમજ કંદર્પ શાહ (એચ.આર.મેનેજર)ના સહયોગથી યોજાઈ હતી.
આ કાર્યક્રમનું આયોજન ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, નર્મદા જિલ્લા શાખા દ્વારા કરવામાં આવ્યું હતું.જે નાંદોદ ધારાસભ્ય તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખાના ચેરપર્સન ડૉ. દર્શનાબેન દેશમુખના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયું હતું.રક્તદાન શિબિરમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા જિલ્લા શાખાના વાઈસ ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રક્તદાતાઓને રક્તદાન માટે પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રજાસત્તાક દિનની ઉજવણીને સેવાભાવ સાથે જોડતી આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતાની ઉત્તમ મિસાલ રજૂ કરી હતી.આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




