ઝઘડિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સમિતિ સભ્ય અને સીએસઆર હેડ નરેન્દ્ર ભટ્ટનું ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સમિતિ સભ્ય તથા સીએસઆર હેડ નરેન્દ્ર ભટ્ટનું આજે સુરત સ્થિત મહાવીર હોસ્પિટલમાં કેન્સરની ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયું છે.તેમના અવસાનથી ઝઘડિયા તાલુકા સહિત સમગ્ર જિલ્લો, ઉદ્યોગ જગત અને સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

નરેન્દ્ર ભટ્ટ સમાજસેવા અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ક્ષેત્રે ખૂબ જ સક્રિય અને પ્રતિબદ્ધ વ્યક્તિ તરીકે જાણીતા હતા.ઝઘડિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સીએસઆર હેડ તરીકે તેમણે ઉદ્યોગો,ગ્રામજનો અને પ્રશાસન વચ્ચે સુમેળ સ્થાપિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ ‘વન મેન આર્મી’ તરીકે ઓળખાતા અને સમગ્ર ટીમ સાથે ભારે મહેનત,ઈમાનદારી અને સમર્પણ સાથે સમાજના હિત માટે કાર્યરત રહ્યા હતા. ગ્રામજનો, સરપંચો, મીડિયા, પ્રશાસન અને પોલીસ વિભાગ વચ્ચે તેઓ ખૂબ જ જાણીતા અને માનનીય હતા.કોઈપણ પ્રશ્ન હોય ગ્રામ્ય વિસ્તારનો, ઉદ્યોગનો કે પ્રશાસનિક તેનો ઉકેલ લાવવા તેઓ હંમેશા આગળ રહેતા.તેમના પ્રયત્નો અને સેવાઓ સમાજમાં સદાય સ્મરણિય રહેશે.નરેન્દ્ર ભટ્ટના અવસાનથી ઝઘડિયા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનને એક સચ્ચા સહયોગી, નિષ્ઠાવાન નેતા અને સારા મિત્રની ખોટ પડી છે.તેમના આત્માને શાંતિ મળે અને તેઓ પોતાના અંતિમ લક્ષ્ય મોક્ષને પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.સાથે જ ભગવાન તેમના પરિવારજનો અને મિત્રોને આ અપૂરણીય ક્ષતિ સહન કરવાની શક્તિ અને સાહસ આપે તેવી પણ પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!