– ધોધ અને જળાશયોના પાણીની ઉંડાઇથી અજાણ અનેક પ્રવાસીઓના ન્હાવા દરમ્યાન મોત થતા હોવાની ઘટના બાદ વહીવટી તંત્રએ લીધો નિર્ણય
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લાના પ્રખ્યાત નિનાઈ ધોધ, ઝરવાણી ધોધ, પોઈચા ભાઠા સહિત 40 જેટલા જળાશયો અને ધોધપર હવે પછી પ્રવેશ પર તંત્રએ પ્રતિબંધ લાદી દીધો છે,જેથી પ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે.
નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાઓમાં આવતા પ્રવાસીઓ આ જિલ્લાના પ્રખ્યાત ધોધઅને જળાશયોમાં ન્હાવા માટે જતાહોય છે, પરંતુ પાણીની ઉંડાઈથી અજાણ અનેક પ્રવાસીઓના ડુબીજવાથી મોત થયાના બનાવો બનતા હોય છે.
ત્યારે આવી ઘટના હવે પછી ના બને એના ભાગ રૂપે નર્મદા જિલ્લા તંત્રદ્વારા જિલ્લાના પ્રખ્યાત ૪૦ થી વધુ જળાશયો અને ધોધમાં ન્હાવા અનેપ્રવેશવા પર તંત્રએ પ્રતિબંધ લાદી દીધો છે.તો બીજી બાજુ જો કોઈ પણ વ્યક્તિધોધ કે જળાશયમાં ન્હાતા કે પ્રવેશતા પકડાશે તો એની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની પણ તંત્રએ પોલીસ વિભાગને સૂચના આપી દીધી છે.
નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરજણ ડેમના નીચેના ભાગે, પોઇચાભાઠામાં, માંડણ ગામ, રામપુરા ઘાટ,જીતનગર બાર ફળિયા ગામના કાળીયાભૂત ધોધ, ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, પોઇચાતથા કરજણ બ્રિજ નીચે, ઓરી-વરાછા નર્મદા સિસોદ્રા- પાટણાનદીનો કિનારો, જુના ઘાટા ધોધ,વિસાલખાડી, જૂનારાજ, ગોરા હરિધામ આશ્રમના પાછળના ભાગે, ગરૂડેશ્વરવિયર ડેમની પાછળ, વાંસલા નદી કિનારે, એકતા ક્રૂઝ જેટી પોઇન્ટ -૧,સૂર્ય કુંડ, વાગડીયા ગામ જુના બ્રીજપાસે, ગોરા નવા બ્રીજ પાસે, ગોરા ત્યાગી ઘાટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટીપોઇન્ટ, સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ૧ અને ૨, નર્મદા ડેમ, નર્મદા ડેમપાછળના બોટ પોઇન્ટથી મોખડી પોટાઘાટ, ડાઈક ૧,૨,૩ અને ટેન્ટ સિટી ૨ પાસે, ઝીરો પોઈન્ટ ભૂમલીયા, વોટરએરોડ્રામ, ઝરવાણી ધોધ,ખલવાણી,તિલકવાડા અને વેંગણ તથા વાસણનર્મદા નદી ઓવારો, નિનાઈ ધોધ, કોકમ હનુમાનજી મંદિર, ચોપડવાવ ડેમઅને નાની કાકડી આંબા ડેમ પર પ્રવેશ પ્રતિબંધ મૂકી દીધો છે.




