ભરૂચ,
પર્યાવરણ જવાબદારી પહેલ હેઠળ હિન્ડાલ્કો ભરૂચ જીલ્લાના વાગરા તાલુકા – દહેજ વિસ્તારના ટ્રક ડ્રાઈવરો માટે સારથી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.સારથી ઉત્સવએ વ્યાપક હિન્ડાલ્કો સીએસઆર પ્રોજેક્ટ, લાઈફ ઓન વ્હીલ્સ હેઠળ એક સમર્પિત કાર્યક્રમ છે.આ એક દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ ટ્રક ડ્રાઈવરોના મહત્વના યોગદાનને બિરદાવવાનો, માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવાનો અને તેમની સુખાકારીમાં વધારો કરવાનો છે.
આ કાર્યક્રમમાં RTO અધિકારી તેજસ પ્રજાપતિ, સહાયક RTO અધિકારી એન.પી.દયમા,તાલુકા આરોગ્ય અધિકારી વાગરા, અખોડ અને દહેજ ગામના સરપંચ જયદીપસિંહ રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્ડાલ્કો કોપરના ફાઈનાન્સ હેડ બિષ્ણુ અગ્રવાલ,ચીફ લોજિસ્ટિક્સ હેડ સુકાંત દાસ અને યુનિટ હેડ કે. કુમારવેલે આદિત્ય બિરલા ગ્રુપની સીએસઆર પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો અને ડ્રાઈવરોને સુરક્ષિત અને સલામત વાહન ચલાવવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ડ્રાઈવરોની આંખની તપાસ શિબિર,આરોગ્ય તપાસ શિબિર, માર્ગ સલામતી અને વ્યસન મુક્તિ પર શેરી નાટકો, માર્ગ સલામતી પ્રતિજ્ઞા અને સહી ઝુંબેશનો સમાવેશ થતો હતો.ટ્રક ડ્રાઈવરોને આદર્શ ડ્રાઈવર, પર્યાવરણ મિત્ર ડ્રાઈવર, કોપર સુરક્ષા સારથી ડ્રાઈવર, વિશ્વસનિય કોપર સારથી ડ્રાઈવર, શ્રેષ્ઠ કોપર ડિલિવરી ચેમ્પિયન ડ્રાઈવર અને અન્ય શ્રેણીઓમાં પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમને ભેટો, શાલ અને ટી-શર્ટ પણ આપવામાં આવ્યા હતા.આ સારથી ઉત્સવમાં 192 થી વધુ ટ્રક ડ્રાઈવરોએ લાભ લીધો હતો.




