– ભોટનગરના આધેડનું ૬ દિવસની સારવાર બાદ સુરત સીવીલ હોસ્પિટલ ખાતે મોત(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ-રાજપારડી રોડ ઉપર આવેલ વડપાન ના ભોટનગર ફળયાના નવીવસાહત વિસ્તારમાં આવેલ ગંભીર વળાંક પાસે ગત તા.૪ ના રોજ બે મોટરસાયકલ ચાલકો સામ સામે ટકરાતા ભોટનગર ગામના આધેડ મોટરસાયકલ ચાલક નું ૬ દિવસની સારવાર દરમ્યાન સુરત ખાતેની નવીસીવીલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત થતા વડપાન ના ભોટનગર ફળીયામાં ધેરાશોક ની લાગણી ફરીવળી હતી.
નેત્રંગ-રાજપારડી રોડ પર નેત્રંગથી ત્રણ કિ.મી.ના અંતરે આવેલ વડપાન ના ભોટનગર ના નિશાળ ફળીયા વિસ્તારમાં રહેતા ધનજીભાઈ પારસીંગભાઈ વસાવા ઉ.વ.આશરે ૫૦ નાઓ તા.૪ ના રોજ કોઈ કામ અર્થે પોતાની મોટરસાયકલ નંબર જીજે-૧૬-બીઇ-૭૧૨૮ લઈને ગએલ જેવો પોતાનું કામકાજ પતાવી પરત ભોટનગર આવી રહ્યા હતા.ત્યારે બપોરના બે વાગે નવીવસાહત વિસ્તારમાં આવેલ વળાંક પાસે થી પસાર થઇ રહ્યા હતા.તેવા સમયે રાજપારડી તરફ થી ઉમલ્લા ગામનો મોટરસાયકલ ચાલક દિનેશભાઈ રામજીભાઈ વસાવા નાઓ પોતાની મોટરસાયકલ નંબર જીજે-૧૬-એએમ-૨૪૮૮ પુર ઝડપે અને ગફલત ભરી રીતે રોગસાઇટ હંકારી લાવી ધનજીભાઈની મોટરસાયકલ સાથે સામેથી ટકર મારતા બંન્ને મોટરસાયકલ ચાલકો મોટરસાયકલ સાથે રોડ પર પટકાતા ધનજીભાઈ ને માથાના ઉપર તથા પાછળના ભાગે તેમજ જમણા હાથની આંગળીઓ તથા ડાબા પગના પંજાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી, મોટરસાયકલ પર પછાળ સવાર કિરણભાઈ સુરેશભાઈ વસાવાના ઓને પણ નાની મોટી ઇજાઓ થયેલ અકસ્માત સ્થળે એકત્ર થયેલ લોકટોળા માંથી કોઈ ઇસમે ૧૦૮ સેવામાં ફોન કરતા ૧૦૮ સેવા થકી અકસ્માતમાં ઇજાઓ ગ્રસ્ત થયેલા ઓને નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ જયા ધનજીભાઈ ને પ્રાથમિક સારવાર આપી .ધુ સારવાર અર્થે અંકલેશ્વર ખાતેની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર બાદ સુરત ખાતે આવેલ નવી સીવીલ હોસ્પિટલ સારવાર માટે રીફર કરવામાં આવેલ જયા તા.૯ ના રોજ બપોરના ૩.૧૫ કલાકે સારવાર દરમ્યાન તેવોનું મોત થયુ હતુ.બનાવને લઈને ભોટનગરમાં ધેરાશોક ની લાગણી ફરીવળી હતી.અકસ્માત બનાવની પોલીસ ફરીયાદ મરણ જનાર ધનજીભાઈ ના પુત્ર સુરેન્દ્રભાઈ વસાવાએ નવી સીવીલ હોસ્પિટલ ખાતે નોંધાવતા વધુ તપાસ નેત્રંગ પોલીસ કરી રહી છે.




