– ધારાસભ્ય ડી.કે.સ્વામીના પ્રયાસોથી આમોદ પાલિકાને નવું ફાયર ફાઈટર પ્રાપ્ત થયું
ભરૂચ,
રાજ્ય સરકાર દ્વારા આમોદ નગરપાલિકાને નવા ફાયર ફાઇટરની ફાળવણી કરવામાં આવતા નગરપાલિકાના પટાંગણમાં સદસ્યો શહેર ભાજપના પ્રમુખ મિથુન મોદી તથા નગરજનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી વધામણા લેવામાં આવ્યા હતા અને ધારાસભ્ય ડી.કે.સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આમોદ નગરપાલિકાના તત્કાલીન શાસકો દ્વારા જૂના ફાયર ફાઇટરની જાળવણી નહીં થતા ભંગાર બની ગયું હતું.જેથી નગર તેમજ તાલુકામાં આગના બનાવો બનતા જંબુસર નગરપાલિકા સહિત અન્ય ઔદ્યોગિક એકમોના ફાયર ફાઈટરોની મદદ લેવી પડતી હતી.ત્યારે હવે સ્થાનીક સ્તરે નવું ફાયર ફાઈટર ઉપલબ્ધ થતા આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક રાહત મળશે જેથી નગરજનોમાં ખુશી વ્યાપી હતી.આ પ્રસંગે આમોદ નગરપાલિકાના કારોબારી ચેરમેન ગીતા પટેલ, ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ,આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર, સદસ્ય ઉષાબેન પટેલ હાજર રહ્યા હતા.




