ચોખાની આડમાં લઈ જવાતો 2 કરોડના દારૂ સાથે 2 ની અટકાયત કરતી અંકલેશ્વર પોલીસ

SHARE:

ભરૂચ,
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પુનગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ચોખાની ઘૂણની આડમાં છુપાવેલો 2 કરોડથી વધુનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.આ મામલે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકવામાં આવી હતી.તપાસ દરમ્યાન ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલી 33 હજાર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.જેની કિંમત 2.6 કરોડ આંકવામાં આવી છે.અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જેરામ મેગવાલ અને ક્લીનર મુકેશ મેગવાલની ધરપકડ કરી છે.દારૂ, ટ્રક અને ચોખા સહિત કુલ ₹2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરવામાં આવ્યો હતો અને તેને વાંસદ ટોલનાકા સુધી પહોંચાડવાનો હતો.આરોપીઓએ પોલીસથી બચવા માટે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે.અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!