વાગરાથી જંબુસર જતી રીક્ષાએ નાહિયેર પાસે બાઈકને અડફેટમાં લેતા ૭૦ વર્ષીય વૃધ્ધનું મોત

SHARE:

– રીક્ષામાં બેઠેલા ચાર તથા બાઈક ચાલકને ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર અપાઈ

આમોદ,

આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે આજ રોજ સવારના ૧૦ કલાકે વાગરાથી જંબુસર જતી રીક્ષા ચાલકે બાઇકને સામેથી અડફેટમાં લેતા બાઈક ઉપર સવાર ૭૦ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું.જ્યારે રીક્ષામાં બેઠેલા ચાર લોકોને તેમજ બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે રીક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી કાયદેસરની હાથધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે સવારે પીડિલાઈટ કંપની નજીક નવાવાડિયાથી બાઈક લઈને કિરણ વસાવા પોતાના દાદા જયંતિભાઈ ગોવિંદભાઈ વસાવા ઉ.વ. ૭૦ ને બેસાડી ભરૂચ હાર્મોનિયમ રીપેરીંગ થઈ ગયેલું હોય લેવા માટે જતા હતા ત્યારે નાહિયેર ગામ પાસે પેટ્રોલ પંપ હોય પેટ્રોલ ભરાવવા માટે સાઈડ લાઈટ બતાવી રોડ ક્રોસ કરવા જતા સામેથી પુરઝડપે અને બેફીકરાઈથી આવતા રીક્ષા ચાલકે તેની રીક્ષાથી મોટર સાયકલને અડફટમાં લીધી હતી.જેથી બાઈક ચાલક કિરણ વસાવાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.તેમજ મોટર સાયકલ ઉપર પાછળ બેઠેલા બાઈક ચાલકના દાદા જયંતીભાઈ ગોવિંદભાઈ વસાવાને ગંભીર ઈજાઓ થતા ત્યાં પડી ગયા હતા.જેથી બંનેને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.જ્યારે જયંતિભાઈ વસાવાને વધુ સારવાર માટે ૧૦૮ મારફતે ભરૂચ લઈ જતા રસ્તામાં તેમનું મરણ થયું હતું.આમોદ પોલીસે પૌત્ર કિરણ વસાવાની ફરિયાદ લઈ રીક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રીક્ષામાં બેઠેલા અન્ય ચાર લોકોને પણ નાની મોટી ઈજાઓ થતા આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!