ભરૂચ જિલ્લામાં પુન કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા : ઠંડા પવનો સાથે વરસાદના કારણે કેરી સહિત કઠોળના પાકને નુકસાનની ભીતિ

SHARE:

– પાકમાં ફૂગ સહિતના રોગ થવાથી ખોડુતોએ જંતુનાશક દવા છાંટવાની કૃષિ નિષ્ણાંત દ્વારા સલાહ

ભરૂચ,

ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં પુનઃ  કમોસમી વરસાદ થતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સતાવી રહી છે.તો કૃષિ નિષ્ણાત આવશ્યક પગલા લેવા જણાવી રહ્યા છે.

ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં પુનઃ વરસાદ થયો છે.ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.ખાસ કરીને કપાસ,તુવેર તેમજ કેરી અને કઠોળના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ખેડૂતોના મતે પાક તૈયાર થવાની કગાર પર હોય ત્યારે પડેલો વરસાદથી પાકને પ્રતિકૂળ અસર કરી શકે છે.હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી ખેડૂત વર્ગ પુનઃ ચિંતિત બન્યો છે અને સરકાર પાસે વળતરની આશા વ્યકત કરવામાં આવી રહી છે જેથી પાકને પુનઃ ઉભો કરી શકાય.બીજી બાજુ આ કમોસમી વરસાદના કારણે મગ, કેરી,તુવેર સહિતના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી કૃષિ નિષ્ણાત નિર્મલસિંહ  યાદવે જંતુનાશકના છંટકાવ સહિતની જરૂરી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું છે.

ઉનાળાના આગમન પૂર્વે પુનઃ કમોસમી વરસાદ થી ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી થઈ છે ત્યારે સરકારી સહાય અને સતર્કતા જરૂરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!