ઝઘડિયાના ઉમલ્લાની સેન્ચ્યુરી એન્કા લિમિટેડ કંપની દ્વારા નિશુલ્ક નેત્ર નિદાન અને મફત ઓપરેશન કેમ્પનું આયોજન

SHARE:

(જયશીલ પટેલ, ઝઘડિયા)

ઉમલ્લાની સેન્ચ્યુરી એન્કા લિમિટેડ ( યુનિટ- રાજશ્રી પોલીફિલ) કંપની દ્વારા તેની સી.એસ.આર યોજના હેઠળ સેવા રૂરલના હોસ્પિટલના સહયોગથી સમુદાય કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અંતર્ગત આજરોજ ઉમલ્લા ગામ ખાતે મફત આંખ તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ શિબિરમાં ૨૪૦ આંખના વિવિધ તકલીફવાળા દર્દીઓ હાજર રહ્યા હતા.જેમાં સેવા રૂરલ ઝઘડીયા ખાતે ૩૬ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા અને ૧૭૬ ચશ્માની જરૂરિયાત વાળા દર્દીઓને ચશ્માનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.દર વર્ષે ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગરીબ અને નિરાધાર જરૂરિયાત મંદ લોકોને નાણાકીય બોજ વિના આંખની ગંભીર આરોગ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેમનુ જીવન ધોરણ ઊચું આવે તે ઉદ્દેશથી કંપનીની સી.એસ.આર યોજના અંતર્ગત શરૂ કરેલા આંખની તપાસ માટે શિબિરો યોજાય છે, જેનો લાભ ઝઘડિયા તાલુકાના આસપાસના ૭૦ થી વધુ ગામડાઓમાં રહેતા ગરીબ દર્દીઓને મળે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!