રાજપીપલા,ડેડીયાપાડા અને સેલંબા, એકતાનગર કેવડીયા બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરોદ્વારા ગંદકી કરશે તો દંડ થશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાનાં એસ.ટી.તંત્ર દ્વારા ગુજરાત સરકારનાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજપીપલા,ડેડીયાપાડા અને સેલંબા, એકતાનગર કેવડીયા બસ સ્ટેશન અને બસની અંદર મુસાફરો દ્વારા ગંદકી ન કરવા અનુરોધ કરવામાં આવે છે.
રાજપીપલા એસ.ટી.ડેપો સીની મેનેજર.એચ.એસ.જોષી જણાવે છે કે એસ.ટી.નિગમ મુસાફરીની સેવામાં કાર્યરત છે. રાજપીપલા એસ.ટી.ડેપોની સ્વચ્છતા જાળવણી એ આપણી સામુહિક જવાબદારી છે.મુસાફરોને જાગૃત કરવા માટે બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાનના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવેલ છે. રાજપીપલા બસ સ્ટેશન નર્મદા જીલ્લાનો આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે જે પણ કોઈ મુસાફરો બસ સ્ટેશનની અંદર ગંદકી કરશે કે બસમાં ગંદકી કરશે તેમજ બસ સ્ટેન્ડના પરિસરમાં કે બસમાં કચરો ફેંકવો કે પાન-મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો કરવામાં આવશે તો તેવા મુસાફરો પાસેથી સ્પેશીયલ ચેકીંગ સ્કોર્ડ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.એસ.ટી.નિગમ દ્વારા બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે દરેક બસમાં ડસ્ટબીન મુકવામાં આવેલ છે. જેનો વ્યાપક ઉપયોગ કરવા મુસાફર જનતાને વિનંતી કરવામાં આવે છે. તેમજ ક્ચરો કચરાપેટીમાં નાખવા માટેના પોસ્ટરો બસમાં તેમજ બસ સ્ટેન્ડ ઉપર પણ લગાડવામાં આવેલ છે.મુસાફરી દરમ્યાન સ્વચ્છતા જાળવવામાં એસ.ટી નિગમને સહકાર આપો તેમજ રાજપીપલા બસસ્ટેન્ડ પરિસરની દિવાલો તથા સમગ્ર બસ સ્ટેન્ડ ગંદકી કરી બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહીકરવામાં આવશે.રાજપીપલા એસ.ટી.ડેપોની આ પહેલ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવામાટે સરાહનીય પગલું માનવામાં આવી રહી છે.




