જંબુસર પોલીસની લાલ આંખ : ગૌતસ્કરીના ત્રણેય આરોપીઓને ઝડપી પાડી પોલીસે જાહેરમાં કઢાવ્યું ફૂલેકું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌતસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસે ઝડપાયેલા ત્રણેય ગૌવંશ તસ્કરોને સાથે રાખી પોલીસ મથકથી ડેપો વિસ્તાર સુધી પગપાળા લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ગતરોજ જંબુસર પોલીસને બાતમી મળી હતી કે એક અલ્ટો ગાડીમાં ગૌ-વંશની હેરાફેરી થઈ રહી છે.બાતમીના આધારે ઢાઢર નદીના પુલ પાસે નાકાબંધી દરમ્યાન અલ્ટો કારને રોકવામાં આવી હતી.તપાસ કરતા ગાડીની અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલી એક વાછરડી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી રફીક ઉર્ફે ગાંડીયો ઈસ્માઈલ કુરેશી (રહે.ખારાકુવા મસ્જીદ,જંબુસર) ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે આરોપીઓ નાસી છૂટ્યા હતા.નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં જ અતાઉલ્લા ઉર્ફે અટ્ટો યુસુફ દશુ તથા ફૈજુલ સઈદ લાંગિયા (બંને રહે. આછોદ) ને પણ દબોચી લીધા હતા.

જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ત્રણેય આરોપીઓને સાથે રાખીને ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસ મથકથી લઈને ડેપો વિસ્તાર સુધી આ ગૌ તસ્કરોને જાહેરમાં પગપાળા લઈ જવામાં આવ્યા હતા.પોલીસની આ આક્રમક શૈલીને જોઈને ગૌ તસ્કરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી હતી.

પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીને પગલે સ્થાનિક ગૌરક્ષકો અને નગરજનોમાં ખુશી જોવા મળી હતી. ગૌરક્ષકો દ્વારા પોલીસની આ કામગીરી બદલ અભિનંદન પાઠવી બિરદાવવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!