(સંજય પટેલ, જંબુસર)
જંબુસર શહેર અને પટેલ સમાજનું નામ રોશન કરનાર યુવાન પાર્થ શૈલેષભાઈ પટેલ CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ની કપરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. પાર્થ પટેલ જંબુસર આવી પહોંચતાજ સમાજ અગ્રણીઓ ભાઈ બહેનો દ્વારા પુષ્પ માળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ટંકારી ભાગોળ સ્થિત સિકોતર માતાજીના આશીર્વાદ લઈને સન્માન યાત્રાનો પ્રારંભ થયો હતો.
આ ભવ્ય યાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને કાવા ભાગોળ તેમના નિવાસ્થાન ખાતે સંપન્ન થઈ હતી.પાર્થ પટેલને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાઈ-બહેનો અને નગરજનો ઉમટી પડ્યા હતા.સમગ્ર સન્માન યાત્રા રૂટ પર ‘ભારત માતા કી જય’ ના નાદ સાથે જંબુસર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.એક સામાન્ય પરિવાર માંથી આવતા પાર્થ પટેલે પોતાની મહેનતથી CRPF માં સ્થાન મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.




