ભરૂચની GNFCમાં પ્રક્રિયા દરમ્યાન બોઈલર માંથી ગરમ રાખ ઉડતા 8 કામદારો દાઝ્યા

SHARE:

– કામદારોને કંપનીની જ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

-એક કામદાર મોઢાના ભાગે દાઝયો તો અન્ય કામદારો પગના ભાગે દાઝ્યા : ઈન્ડ્રસ્ટીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી

ભરૂચ,

ભરૂચ જીઆઈડીસી સ્થિત કેમિકલ કંપની GNFC ખાતે કામગીરી દરમ્યાન અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી જવાની ઘટના સામે આવી છે.ઘટનાને પગલે કંપની પરિસરમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર ભરૂચ જીઆઈડીસી સ્થિત આવેલ સરકારી કેમિકલ કંપનીમાં પ્લાન્ટમાં ચાલી રહેલી પ્રક્રિયા દરમ્યાન બોઈલર માંથી અચાનક ગરમ રાખ ઉડી હતી.તે સમયે નજીકમાં કામ કરી રહેલા 8 કામદારો તેના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે GNFCની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં એક કામદાર મોઢાના ભાગે દાઝી ગયો હોવાનું જાણવા મળ્યું છે,જ્યારે અન્ય કામદારોને મુખ્યત્વે પગના ભાગે દાઝવાની ઈજા પહોંચી છે.અકસ્માતની જાણ થતા ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.જોકે તપાસ બાદ અકસ્માતનું ચોક્કસ કારણ બહાર આવશે.ઘટનાને પગલે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!