ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા સંમેલન ઉત્સાહભેર સંપન્ન

SHARE:

– વિવિધ ક્ષેત્રોમાં સવોર્ચ્ચ કામગીરી બદલ મહિલાઓના સન્માન સાથે સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું
– રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરીપત્રો તેમજ હુકમો વિતરિત કરાયા
ભરૂચ,
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચના આત્મીય સંસ્કારધામ હોલ ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતીબેન પટેલ અને નેહા બ્યાડવાલ (IAS)ની ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા દ્વારા સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોનું મીલેટ્સ કીટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નેહા બ્યાડવાલે (IAS) જણાવ્યું હતું કે, તા.૮મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સમાજ ઉત્થાન માટે પ્રેરક કામગીરી કરવા તથા તેમની ક્ષમતાઓને પ્રેરિત કરવાનો છે.આજના સમયમાં આપણું રાષ્ટ્ર ઉતરોત્તર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે નારીશક્તિ પણ ખૂબ પ્રગતિ કરી રહી છે. રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપતા વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ ઉત્સાહપૂર્વક, દ્રઢ મનોબળ સાથે આગળ ધપી રહી છે.
આ તકે નારી શક્તિના સન્માન સાથે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં ૧૧ જેટલી દીકરીઓને વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ અપાયા હતા. ૫ મહિલાઓને વિધવા સહાય અને ૨ મહિલાઓને પુનઃ લગ્ન મંજૂરી હુકમ આપવામાં આવ્યા હતા. જિલ્લામાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ સિટી ટ્રાફિક સ્કવોડના મહિલા પોલીસ અધિકારીનું પણ સન્માન કરાયું હતું.વસાવા રશીલાબેન સુનીલભાઈ, સ્વ-સહાય જૂથ અને ગ્રામ પંચાયતમાં ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે, પટેલ વૈશાલીબેન મેહુલકુમાર (ભરૂચ) આર્થિક પ્રવૃત્તિ અને સ્વ-સહાય જૂથમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!