મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૫ મી માર્ચના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે : જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

SHARE:

– શહેરા ખાતે જનકલ્યાણના વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

– કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

(ગણપત મકવાણા,પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં આગામી તા.૧૫ મી માર્ચ રવિવારના રોજ શહેરા ખાતે જનકલ્યાણના વિવિધ કાર્યોનું ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધારનાર છે.જેને ધ્યાને લઈ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડમાં બેઠક યોજાઈ હતી. 

આ બેઠકમાં જિલ્લા કલેકટર અજય દહિયાએ મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાને લઈ પ્રોટોકોલ મુજબ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની જરૂરિયાતોનું યોગ્ય આયોજન થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કાયદો-વ્યવસ્થા, રૂટ ઉપર સાફ-સફાઇ સહિત રૂટ પરના વાહનવ્યવહાર નિયમન સબંધિત જરૂરી વ્યવસ્થાઓના સુચારૂ અમલીકરણ બાબતે કલેકટર એ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી એમ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટર જે.જે.પટેલ, શહેરાના પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!