ભરૂચના જે.બી.મોદી પાર્ક ખાતે ૫ કરોડના ખર્ચે અત્યાધુનિક જીમ-કમ-યોગા સેન્ટર સાકાર થશે

SHARE:

ભરૂચ,

ભરૂચના નાગરિકોની સુખાકારી અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે, રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે બે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કર્યા છે.ભરૂચને ટૂંક જ સમયમાં મળનારી આ બે મહત્વની સુવિધાઓ શહેરના સ્પોર્ટ્સ કલ્ચરને નવી ઊંચાઈએ લઈ જશે.જ્યાં એક તરફ શહેરી વિકાસ યોજના થકી નાગરિકોને સુવિધા મળશે,તો બીજી તરફ સ્પોર્ટ્સ ઓથોરિટીના સંકુલથી પ્રોફેશનલ ખેલાડીઓ તૈયાર થશે.આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)એ પ્રશંસનીય પહેલ કરી છે.સામાજિક ઉત્તરદાઈત્વ હેઠળ DGVCL દ્વારા રૂ.૧૦૮ લાખની રકમની ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટનો ઉપયોગ જીમ માટેના હાઈ-ટેક સાધનોની ખરીદીમાં, ઇન્ડોર સ્પોર્ટ્સ માટેના જરૂરી સાધનોમાં, ‘બોક્સ ક્રિકેટ’ જેવી વધારાની સુવિધાઓ માટે કરવામાં આવનાર છે.ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે, રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ભરૂચ ખાતે રૂ. ૫.૦૦ કરોડના ખર્ચે ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે.જે ભરૂચ શહેરને આગવી ઓળખ આપવામાં મહત્વને ફાળો આપશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં જીમ, મલ્ટીપર્પઝ હોલ, યોગા સેન્ટર, ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ,બેડમિન્ટન કોર્ટ વગેરે જેવી અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ નવનિર્મિત જીમ-કમ-યોગા સેન્ટર અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં શહેરીજનોને રમતગમત અને આરોગ્યને પ્રોત્સાહન મળે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યત્વે મલ્ટીપર્પઝ હોલ અને યોગા હોલ ઉપરાંત નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિશાળ યોગા સેન્ટરની સુવિધા મળશે.ફિટનેસના શોખીનો માટે આધુનિક કસરતના સાધનોથી સજ્જ અત્યાધુનિક જીમ અને ટેબલ ટેનિસ જેવી વિવિધ ઈન્ડોર ગેમ્સ માટે ઈન્ડોર સ્પોર્ટ્સ હોલની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.સાથો સાથ પ્રોફેશનલ સ્તરની બેડમિન્ટન રમવા માટે બેડમિન્ટન કોર્ટની સુવિધા ઉપલબ્ધ થઈ છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ ભરૂચના રમતવીરોને પોતાની પ્રતિભા નિખારવા માટે સ્થાનિક સ્તરે જ રાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ મળી રહેશે.

અત્રે ઉલ્લેખનિય છે કે આ વિકાસયાત્રામાં વધુ એક છોગું ઉમેરાતા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG), ગાંધીનગર દ્વારા રૂ.૧૦.૯૧ કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલું અન્ય એક અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ પણ લોકાર્પણ માટે તૈયાર છે.ભરૂચને ટૂંક જ સમયમાં બે અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે.આ સંકુલ રાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ હશે, જે સ્થાનિક ખેલાડીઓને વૈશ્વિક મંચ સુધી પહોંચવા માટે જરૂરી તાલીમ અને પ્લેટફોર્મ પૂરું પાડશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!