ભરૂચ જીલ્લા ભાજપના મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રીનો ભીડભંજન ખાતે સત્કાર કાર્યક્રમ યોજાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાની ટીમ જાહેર કરી હતી.જેમાં મહામંત્રી તરીકે જીગ્નેશ મિસ્ત્રીની નિમણુંક કરવામાં આવતા તેઓના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે અને ઠેર ઠેર સ્વાગત સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના વોર્ડ નંબર ૮ માં આવેલ ભીડભંજન ખાતે લના હનુમાન દાદાના મંદિરે તેઓનો સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ સત્કાર કાર્યક્રમમાં ભીડભંજન યુવક મંડળ, પાંચબત્તી યુવક મંડળ, ભીડભંજન ખાડી સરકાર ગણેશ મહોત્સવ, ચણા વાડ કોલી વાડ ,સનરાઈઝ પાર્ક ,ફાટાતળાવ માતરિયા તળાવના લોકો જોડાયા હતા.

આ સત્કાર કાર્યક્રમમાં ભાજપ જીલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સાથે ભરૂચ જીલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પરેશ લાડ, યુવા મોરચાના જીલ્લા પ્રમુખ શક્તિસિંહ પરમાર,મહામંત્રી પ્રજ્ઞેશ પટેલ,અનુસૂચિત જાતિ મોરચાના. પ્રમુખ રાજીવ પરમાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેતા તેઓનો પણ ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!