સમગ્ર ઝઘડિયા તાલુકાની આંગણવાડી બહેનો તેમની આઠ જેટલી પડતર માંગણીઓ નહીં સંતોષાતા આજે તેમના કામથી અળગા રહ્યા

SHARE:

– તારીખ ૧૮‌, ૧૯ અને‌ ૨૦ આમ ત્રણ દિવસ સુધી પોતાની વિવિધ માંગણીઓ નહીં સંતોષાતા આંગણવાડી કર્મચારી બહેનો તેમના કામથી અળગા રહી સરકારને ચેતવણી આપી છે

– આંગણવાડીઓમાં તૈયાર નાસ્તો, દૂધનો પુરવઠો ત્રણ દિવસ સુધી બંધ રાખવા સૂચના આપવામાં આવી 

(જયશીલ પટેલ, ઝઘડિયા)

છેલ્લા કેટલા સમયથી સમગ્ર રાજ્ય ભરનું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમની વિવિધ માંગણીઓને લઈ ખો કાર્યક્રમો આપી રહ્યા છે.હાલમાં આંગણવાડી બહેનો તા.૧૮,૧૯ અને ૨૦ સુધી પોતાની માંગણીઓ નહીં સંતોષતા તેમના કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે,જેના પગલે ઝઘડિયા તાલુકાની તમામ આંગણવાડીઓની બહેનો તારીખ ૧૮ માર્ચ થી ૨૦ માર્ચ સુધી‌ તેમના કામ‌થી અળગા રહેશે અને તેમની ત્રણ દિવસની રજા નો રિપોર્ટ ગણવા જણાવ્યું છે.

મળતી વિગતો મુજબ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પડતર માંગણીઓના કારણે તેઓ વિવિધ કાર્યક્રમો જાહેર કરી રહ્યા છે,જે પૈકી તારીખ ૧૮ માર્ચ થી ૨૦ માર્ચ સુધી તેઓ તેમના કામથી અળગા રહેશે અને ત્યાં સુધી તેમની રજાના રિપોર્ટ કરવા જણાવ્યું છે, ઝઘડિયા તાલુકા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા સીડીપીઓને આપેલ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે ઘણા સમયથી આંગણવાડી વર્કર અને હેલ્પર પોતાના મૂંઝવતા પ્રશ્નો જેવા કે (૧) કેન્દ્ર સરકારે ૨૦૧૮ પછી અને ગુજરાત સરકારે ૨૦૨૨ પછી આંગણવાડી વર્કર તથા પગાર વધારો કરેલ ન હોય લઘુત્તમ વેતન જેટલો અને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબનો વેતન ધારો વધારો કરવો (૨) ડિજિટલ કામગીરી માટે ૨૦૨૨ માં આપેલ વચન મુજબ તાત્કાલિક અસરથી નવા મોબાઈલ આપવા (૩) નિવૃત્તિ મર્યાદા તમામ રાજ્યોની જેમ ૬૦ કરવા (૪) એક વખત જિલ્લા તાલુકા તથા વોર્ડ ફેરની બદલી માટેની તક આપવા (૫) એવીટી એપ્લિકેશન તથા એફઆરએસ તાકીદે બંધ કરવામાં આવે તથા અન્ય એપ્લિકેશનનો કામકાજનો બોજ ઓછો કરવામાં આવે (૬) ઉનાળામાં વેકેશન દરમ્યાન બાળકો આવતા ન હોય આંગણવાડી વર્કર હેલ્પર માટે સાથે વેકેશન આપવા બાબત (૭) તમામ પ્રકારના બીલો રજીસ્ટરના ખર્ચાઓ તથા ઉજવણીના ખર્ચાઓ મકાન ભાડા સહિતના તમામ બિલો નિયમિત કરવામાં આવે તથા ૧૦ માર્ચ મુખ્યમંત્રીને રૂબરૂ આપેલ રજૂઆત અને તે પછી સરકાર સમક્ષ રજૂ કરાયેલા આવેદનપત્રોની માંગણી ઉકેલવા રજૂઆત કરવા કરતાં આવ્યા છે પરંતુ તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી તેનો નિકાલ લાવવા બાબત,વધુમાં તેમણે જણાવ્યું છે કે આંગણવાડી વર્કરો અને હેલ્પરો સરકારને તથા આપને આપના તમામ કાર્યક્રમમાં સહકાર આપતા આવ્યા છે, સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને આજે પણ અમારી માંગણી બાબતે સરકાર તાત્કાલિક બેઠક યોજાઈ તેનો ઉકેલ લાવે તેવી માંગણી કરી છે, બંધારણ અને લોકશાહી ધોરણે જે અધિકારો અમને મળ્યા છે તે અધિકાર મુજબ અમારી માંગણીઓ માટે તારીખ ૧૮ માંથી ૨૦ માર્ચ સુધી રજા રિપોર્ટ ગણવા તથા તે મુજબ કામ થી અળગા રહેશું તે આપને જણાવી રહ્યા છીએ, અમારી આ રજૂઆત ઉપર સુધી પહોંચાડવા માટે પણ આપને વિનંતી કરીએ છીએ તેમ જ આપ પણ અમારી આ વ્યાજબી અને ન્યાય માંગણીઓ બાબતે કોઈપણ પ્રકારનું અન્યાય દબાણ ન કરવા માટે તથા ઉશ્કેરાટના ફેલાય તેવું કોઈ પણ પગલું ન ભરવા માટે પણ વિનંતી કરીએ છીએ તેમ તેમણે તેમના આવેદનપત્રમાં જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!