આમોદના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા છ ગામોને ઈ રીક્ષા અર્પણ કરાઈ

SHARE:

– ધારાસભ્ય ડી.કે.સ્વામી ઈ – રીક્ષાને કુમકુમ તિલક કરી ગામના સરપંચોને અર્પણ કરી

ભરૂચ,

આમોદ તાલુકા પંચાયત ખાતે તાલુકાના ગામોમાં સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે છ ગામોમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી હતી.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ દ્વારા નિર્મળ ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા તેમજ રોગચાળાને દૂર રાખવા સ્વચ્છ મિશનને પાર પાડવા આમોદ તાલુકાના ૬ ગામો આછોદ, માતર, અણોર, બુવા, કેરવાડા, નાહિયેર ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી હતી.જેનાથી સૂકો અને ભીનો કચરો અલગ-અલગ કરવામાં આવશે.

આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, પંચાયતના અધિકારીઓ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ વિવિઘ ગામો માંથી આવેલા સરપંચ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!