નર્મદા ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉમેદવારોનો રાફડો ફાટ્યો : નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ 

SHARE:

– નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારોનો આજે કમલમ કાર્યાલય ખાતે રાફડો ફાટ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને આજે પ્રદેશ માંથી ભારતીય જનતા પાર્ટીના નિયુક્ત નિરીક્ષકો દ્વારા રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકાની ભાજપનાં ઉમેદવારોની સેન્સ પ્રિક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારોનો આજે કમલમ કાર્યાલય ખાતે રાફડો ફાટ્યો હતો.ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોએ ફોર્મ ભરીને સબમિટ કર્યા હતાં. જેમાં સૌ પ્રથમ જિલ્લા પંચાયતનાં ઈચ્છુક ઉમેદવારો માટે સેન્સ પ્રિક્રિયા હાથ ધરવામાં આવીહતી ત્યાર પછી પાંચ તાલુકા પંચાયત નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડીયાપાડા, તાલુકા પંચાયત માટે સેન્સ પ્રિક્રિયા હાથ ધરવામાં આવીહતી ત્યારબાદ રાજપીપલા નગરપાલિકા માટે કુલ 7 વોર્ડનાં 28 બેઠકો માટે ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભર્યા હતાં.મોડી સાંજ સુધી સેન્સની પ્રક્રિયા ચાલી હતી.

પ્રદેશ નિરીક્ષકો સંપૂર્ણ અહેવાલ પ્રદેશમાં મોકલ્યા બાદ કોને ટિકિટ મળશે અને કોનું પત્તુ કપાશે એવી ચર્ચા કાર્યકરો, ઉમેદવારોમા જોવા મળી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!