– નાંદોદ તાલુકા પંચાયતની પોઇચા બેઠક પર આદિવાસી સમાજની જગ્યાએ બીજા સમાજની વ્યક્તિને ટીકીટ આપી જેથી આપ્યું રાજીનામુ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપામાં કાર્યકરોની નારાજગીનો સૂર જોવા મળ્યો હતો.જેમાં નર્મદા જિલ્લા ભાજપાના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ના રાજકીય સલાહકાર સુરેશ વસાવાએ પાર્ટીના સક્રિય સભ્ય પદ પરથી રાજીનામું આપી દેતા ચકચાર મચી જવા પામી છે.પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારના નામને સુરેશ વસાવાએ જિલ્લા પ્રમુખને આપ્યું રાજીનામુ આપ્યું હતું.
આદિવાસી સમાજ સાથે થયેલા અન્યાયને પગલે આપ્યું રાજીનામુઆપ્યું હોવાનું કારણ જણાવ્યું હતું.જેમાં નાંદોદ તાલુકા પંચાયતની પોઈચા બેઠક પર આદિવાસી સમાજની જગ્યાએ બીજા સમાજની વ્યક્તિ ને ટીકીટ આપી જેથી રાજીનામુ આપ્યું હતું.
આદિવાસી સમાજની દીકરી બીજા સમાજ માં લગ્ન કર્યા અને તેને ટીકીટ આપી જેનો વિરોધ સુરેશ વસાવા એ કર્યો ને રાજીનામું જિલ્લા પ્રમુખ ને મોકલ્યું હોવાનું જાણવા મળેલ છે.




