– પરણિત યુવક યુવતી ગળાડૂબ એકબીજાના પ્રેમમાં હતા અને બંનેને બે બે બાળકો હતા : ઝઘડિયા પોલીસે તપાસ હાથધરી
(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા માં પરણિત પ્રેમી પંખીડા એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે બંન્ને પરણિત પ્રેમી પંખીડા ગળાડૂબ પ્રેમ હતા અને બંન્ને ને બે બે બાળકો હતા ઘટના અંગે ઝઘડિયા પોલીસે તપાસ શરુ કરી છે.
ઝઘડિયા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે.પરણિત પ્રેમી યુગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ માંડવા ગામનો હાલ ઝઘડિયા તાલુકાના રાજપારડી માં રહેતા ૩૦ વર્ષીય સંજય નાગજી વસાવા અને ઝઘડિયામાં રહેતી સુધાબેન રાજમલ ઉ.વ ૨૩ વચ્ચે ગાઢ પ્રેમ સંબંધ હતો બંને ને બે-બે સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.ગત તા.૧૦ મીના રોજ બન્ને ગુમ થયા હતા.જેને લઈને પરિવારજનોએ ઝઘડિયા પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.શોધખોળ દરમિયાન ઝઘડિયા ચાર રસ્તા વિસ્તાર માંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.ઝઘડિયા પોલીસ ને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બન્ને ને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બંને યુવક યુવતી આપઘાત કરી લેતા બંનેના બંને બાળકો સહિત નો પરિવાર રઝળી પડ્યો છે.ત્યારે હાલ ઝઘડિયા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરુ કરી છે.




