– ભોગ બનનારને ૨ લાખના વળતર ચુકવવાનો હુકમ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
તિલકવાડા તાલુકાના ડાભીયાગામે સગીર વયની કન્યા સાથે બળાત્કારના સ્પે.પોકસો કેસમાં નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપીને ૨૦ વર્ષ કેદની સજા અને ૫૦ હજાર દંડની સજા ફટકારી છે.
કેસની વિગત પ્રમાણે આ કામના આરોપી જગદીશભાઈ કપુરભાઈ ભીલ રહે.ડાભીયા તા.તિલકવાડા તા.૧૨/૦૨/૨૦૨૩ના રોજ રાતના એક વાગ્યાનાસુમારે મોજે ડાભીયા ગામે આ કામના ફરીયાદી કમલેશભાઈ ગણપતભાઈ ભીલની દીકરી ભોગબનનાર બેન સગીર વયની જાણવા છતા પટાવી–ફોસલાવી–લલચાવી લગ્ન કરવાના બદઈરાદે કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી બોટાદ ખાતે આવેલ વાઘરીની વાડી ખાતે લઈ જઈ અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સુખ માણી ગુન્હો કરેલ છે.
સદર કેસ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ એ.વી.હિરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલશ જીતેન્દ્રસિંહ જે.ગોહીલનાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓતથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાંરાખી આરોપીને ઈ.પી.કો કલમ ૩૭૬(૨) અને પોકસો અધિનીયમની કલમ-૬ હેઠળ આરોપીને ૨૦વર્ષની સખત કેદ તથા રૂ.૫૦,૦૦૦ દંડ અને જો દંડ નભરે તો વધુ ૧ વર્ષની કેદ તથા ઈ.પી.કો. કલમ– ૩૬૩ હેઠળ આરોપીને ૫ વર્ષનીસખત કેદ તથા રૂ.૧૦,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩ માસની કેદ તથા ઈ.પી.કો. કલમ–૩૬૬ હેઠળ ૭ વર્ષની સખત કેદ તથા ૨૦,૦૦૦ દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદની સજાનો તથા ભોગ બનનારને બે લાખના વળતર ચુકવવાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.




