કિયા ગામ નજીક લકઝરી બસમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી

SHARE:

(સલીમ કડુજી,નબીપુર) 

કિયા ગામ નજીક લકઝરી બસમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.જોકે સદ્દનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર પાલેજ – કરજણ વચ્ચે આવેલા કરજણના કિયા ગામ નજીક એક ખાનગી લકઝરી બસમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.હજુ તો શુક્રવારના દિવસે વલણ ગામમાં સ્ક્રેપના જથ્થામાં ભીષણ આગની ઘટનાના સમાચારની સ્યાહી અખબારોના પાનેથી સુકાઈ નથી ત્યાં અન્ય એક આગની ઘટના કરજણ તાલુકામાં બનવા પામી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રીના ૮ વાગ્યાના સુમારે સુરત થી વિસાવદર તરફ જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.

આગના પગલે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાની જાણ થતા કરજણ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.બસમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.લકઝરી બસમાંથી ધુમાડા નીકળતા ચાલકે સમય સૂચકતા વાપરી બસ થીભાવી દેતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. લકઝરી બસમાં 30 થી વધુ મુસાફરો હતા સવાર હોવાનું જાણવા મળ્યું હતું.સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પરંતુ લાગેલી આગમાં લકઝરી બસને મોટુ નુકસાન થવા પામ્યું હતું.લકઝરી બસમાં આગ લાગી હોવા છતાં હાઈવે પરથી ભડકે બળી રહેલી લકઝરી બસની બાજુ માંથી વાહનો જોખમી રીતે પસાર થતા જોવા મળ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!