ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ૧૮૨ દિકરા દિકરી જોડાનો આદિવાસી સમુહ લગ્ન મહોત્સવ યોજાશે

SHARE:

– ધારાસભ્યના નિવાસ સ્થાન વલી ગામે બે દિવસ કાર્યક્રમ યોજાશે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો તેથી ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા એકલા હાથે ૧૮૨ દિકરા દિકરી જોડાનો આદિવાસી સમુહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો છે.તા.૨૦-૪ અને ૨૧-૪ ના રોજ ધારાસભ્ય રિતેશ વસાવા ના નિવાસ સ્થાન વલી ગામે યોજાનાર આ કાર્યક્રમ ને ભવ્ય બનાવવા માટે તાડામાર તૈયારીઓ આખરી ઓપ અપાઈ ચૂક્યો છે.પ્રકૃતિની ગોદમાં આદિવાસી પરંપરા ની સુવાસ સાથે ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ૧૮૨ દિકરા દિકરી જોડાનો આદિવાસી સમુહ લગ્ન મહોત્સવ ૨૧-૪ ના રોજ યોજવામાં આવ્યો છે.
તા.૨૦-૪ ના રોજ આદિવાસી પરંપરા મુજબ સાંજે છ કલાકે મંડપ મહુરત બાદ હજારોની જનમેદની નો ભોજન સમારંભ અને રાત્રે નવ કલાકે આદિવાસી નાચગાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
તો તા.૨૧-૪ ના રોજ સવારે નવ કલાકે હલ્દી, ૧૦.૩૦ કલાકે વરઘોડો,ભોજન સમારંભ અને લગ્ન વિધિ બાદ બાર કલાકે કન્યા વિદાય કરવામાં આવશે. ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા તમામ ૧૮૨ દિકરીઓને કરિયાવર પણ આપવામાં આવશે.ભરૂચ અને નર્મદા જિલ્લાની સાત વિધાનસભા બેઠકો માં સૌથી મોટો સમુહ લગ્નોત્સવ નું આયોજન સૌપ્રથમ ઝઘડિયા ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા કરવામાં આવી રહ્યું છે.જેમાં ૧૮૨ નવદંપતીઓ પોતાના ગૃહસ્થ જીવનમાં પગલાં માંડશે,જે ઝઘડિયા વિધાનસભા માટે પણ ગૌરવ ની વાત છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!