મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ ધનશેરા ચેક પોસ્ટ ખાતે નર્મદા પોલીસનું સઘન ચેકીંગ 

SHARE:

નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં 9 ચેક પોસ્ટ,3 આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ અને 6 રાજ્યચેક પોસ્ટ બનાવવામાં આવી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સ્થાનિક સ્વરાજના મતદાનને હવે ગણત્રીના દિવસો બાકી છે.ત્યારે નર્મદા પોલીસ સતર્ક બની છે.છેલ્લા દિવસો માં કોઈપણ રાજકીય પાર્ટી દ્વારા મતદારો ને રીઝવવા માટે દારૂ કે પૈસા ની વહેંચણી ના કરે તે માટે નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકીંગ હાથધર્યું છે.નર્મદા પોલીસ દ્વારા મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ ધનશેરા ચેક પોસ્ટ ખાતે આવનાર ગાડીઓને પોલીસ દ્વારા ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.જોકે નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ દ્વારા જિલ્લા માં 9 ચેક પોસ્ટ બનાવવા આવી છે જેમાં  3 આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ અને 6 રાજ્યચેક પોસ્ટ બનાવવામાં આવી છે આ ચેકપોસ્ટ પર 2 પીએસઆઈ,1 પીઆઈ,એસઆરપી અને પોલીસ જવાનો સાથે બોડીઓન કેમેરા સાથે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દીધા છે. 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!