ઝઘડિયા નજીકના એક સિલિકા પ્લાન્ટમાં ટ્રક ચાલકે રિવર્સમાં ચારને અડફેટે લેતા ત્રણ વર્ષીય બાળકીનું મોત

SHARE:

– ઘટનામાં મધ્યપ્રદેશના વતની એવા મજૂરોના પરિવારની ત્રણ વર્ષીય બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું જ્યારે અન્ય ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકામાં માર્ગ અકસ્માત ઉપરાંત જીઆઈડીસીના પ્લાન્ટોમાં, કવોરીના પ્લાન્ટમાં તેમજ સિલિકાના પ્લાન્ટોમાં અકસ્માતોની ઘટના વારંવાર બનતી હોય છે,જેમાં ઘણી ઘટનાઓ જીવલેણ સાબિત થઈ રહી છે,આવી જ એક ઘટના ઝઘડિયા નજીકના વાઘપુરા ગામ પાસે આવેલ ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં બનવા પામી છે.

પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મૂળ જામ્બુવા જીલ્લાના રાણાપુર ગામે રહેતા મિથુન મેસુ નાના નો પરિવાર ઝઘડિયા નજીકની ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં મજૂરી કરે છે,ગતરોજ બપોરના સમયે મિથુન તથા તેની પત્ની અને તેના ચારેય છોકરાઓ વાઘપુરા નજીકની ઓલશીલ સિલિકા પ્લાન્ટમાં સિલિકા બેગો ટ્રકમાં ભરવા માટે ગયા હતા.તેઓ સિલિકા બેગમાં ભરવાનું તથા તેને સિલાઈ મારવાનું કામ કરતા હતા ત્યારે મીથુન ની બહેન અજન્તી ટ્રકની પાછળ કંડકટર સાઈડ પાછળના ટાયર પાસે મીથુનના છોકરાઓ દિયા, રિયા, આર્યન સાથે બેઠા હતા.તે સમયે અચાનક ટ્રકના ડ્રાઈવરે આવી ટ્રક ચાલુ કરી રિવર્સમાં લઈ આવી મિથુનના છોકરાઓ પર ચઢાવી દીધી હતી.જેથી તેઓએ બુમાબૂમ કરી ડ્રાઈવરને ટ્રક ઊભી રાખવા જણાવ્યું અને આગળ લેવા જણાવ્યુ હતુ, ટ્રકની પાછળ જોતા મિથુનની દિકરી દિવ્યા ઉં.વ ૩ નાઓ ઉપર ટ્રકનું ટાયર ચડી ગયું હતું અને એ ગંભીર રીતે ઈજા પહોંચી હતી જેથી તેનુ સ્થળ પર જ મરણ થયું હતું. તેમજ તેની અન્ય દીકરી રિયાને ડાબા હાથની છેલ્લી બે આંગળીઓ નજીક તેમજ તેના દીકરા આર્યનને કમરના પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી.ઘટના બાદ પ્લાન્ટ પાસે એકત્ર થયેલાનાઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા તેઓ ત્રણે ઈજાગ્રસ્તને લઈને અવીધા સરકારી દવાખાને લઈ ગયા હતા.જયારે મરણ ગયેલ દિવ્યાબેન ને પીએમ માટે ખાનગી વાહનમાં સીએસસી હોસ્પિટલ અવિધા ખાતે લઈ જવામાં આવ્યા હતા.ઘટના સંદર્ભે મિથુન મેસુ નાનાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!