હત્યા કે અકસ્માતનું તારણ કાઢવા પેનલ પીએમ : ભરૂચના શુક્લતીર્થ નદી કિનારેથી મળી આવેલ જેસીબી ઓપરેટરના મૃતદેહમાં પોલીસે તપાસ હાથધરી

SHARE:

ભરૂચ,

ભરૂચના શુકલતીર્થ નજીક નદી કિનારે આવેલી રેતીની લીઝ વિસ્તારમાં ગતરોજ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી.રોજીરોટી માટે મહેનત કરતો એક જેસીબી ઓપરેટર અચાનક મોતને ભેટતા સમગ્ર પંથકમાં શોક અને ચકચારનો માહોલ ફેલાયો હતો.જોકે પોલીસે બનાવને લઈને પેનલ પીએમ હાથધરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

ભરૂચ જીલ્લાના શુકલતીર્થ વિસ્તારની રેતી લીઝમાં અફરોઝ નિઝામ અંસારી નામનો યુવાન જેસીબી મશીન પર કામ કરતો હતો.ગતરોજ સાંજના સમયે જેસીબી મશીનના બકેટ (પાવડા) નીચે ગાળાના ભાગેથી દબાયેલ હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ત્યાં હાજર લોકો સ્તબ્ધ બની ગયા હતા.ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકને કરવામાં આવતા શુકલતીર્થ આઉટ પોસ્ટના સ્ટાફ સાથે નબીપુર પીઆઈ ટી.આર.ચૌધરી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.ત્યાર બાદ મૃતક અફરોઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તબક્કે આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવી રહ્યું છે,જોકે મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.નબીપુર પીઆઈ ટી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પેનલ ડોકટરોની ટીમ દ્વારા વીડિયોગ્રાફી સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.ત્યાર બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એક મહેનતકશ યુવાનનું આ રીતે અકાળે મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે,તેના ભાઈ વકીલ અંસારીએ યોગ્ય તપાસ કરવાની માંગગ કરી છે.આ ઘટના બાદ શુકલતીર્થ પંથકમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!