ઉછીના લીધેલ રૂપિયા પેટે આપેલ ચેક પાછો ફરતા આરોપીને એક વર્ષની સજા અને રકમ ચુકવવામાં નિષ્ફળ જાયતો વધુ ત્રણ માસની સજાનો ઝઘડિયા કોર્ટનો ચુકાદો

SHARE:

– રાજપારડીના રહીશ પાસેથી સુરતના ઈસમે પાંચ મહિનાના વાયદે રૂપિયા ૨.૫૦ લાખ ઉછીના લીધા હતા
(જયશીલ પટેલ, ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના રહીશ પાસેથી રૂપિયા ૨૫૦૦૦૦ હાથ ઉછીના લઈને તે પેઠે બેન્ક ચેક આપનાર સુરતના રહીશનો ચેક પાછો ફરતા પૈસા આપનાર દ્વારા ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.કોર્ટમાં આ બાબતે કેસ ચાલી જતા નામદાર કોર્ટે ચેક પાછો ફરવાના કિસ્સામાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રકમની ચુકવણી કરવામાં નિષ્ફળ જાયતો વધુ ત્રણ માસની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
ઘટનાની મળતી વિગતો મુજબ સુરતના રહીશ ગોધવીયા પ્રિતેશભાઈ મનસુખભાઈ સિલિકા પ્લાન્ટને લગતો વ્યવસાય કરે છે.પ્રિતેશભાઈને ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના સતિષભાઈ નગીનભાઈ પટેલ સાથે મિત્રતા થઈ હતી.દરમ્યાન પ્રિતેશભાઈને માર્ચ ૨૦૨૪ માં નાણાંની જરૂર પડતા સતિષભાઈએ પ્રિતેશભાઈને રૂપિયા ૨૫૦૦૦૦ હાથ ઉછીના આપ્યા હતા.પ્રિતેશભાઈએ આ રકમ પાંચ મહિનામાં પાછી આપવાની ખાતરી આપી હતી.ત્યાર બાદ સતિષભાઈએ વખતો વખત રૂપિયાની માંગણી કરતા પ્રિતેશભાઈએ રૂપિયા ૫૦૦૦ સતિષભાઈને રોકડા આપીને બાકીની રકમ રૂપિયા ૨૪૫૦૦૦ નો તા.૮-૮-૨૦૨૪ ની મુદ્દતનો એચ.ડી.એફ.સી બેંકનો ચેક લખી આપ્યો હતો.પરંતું સતિષભાઈને ચેકની રકમ મળી નહતી,તેથી સતિષભાઈ પટેલે નામદાર ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ કરી હતી.ત્યાર બાદ આમાં સમાધાન થતાં તા.૭-૩-૨૦૨૫ ના રોજ પ્રિતેશભાઈએ સતિષભાઈને રોકડા રૂપિયા ૩૦૦૦૦ અને બાકીની રકમ રૂપિયા ૨૧૫૦૦૦ નો તા.૮-૪-૨૦૨૫ ની મુદતનો બેન્ક ચેક લખી આપ્યો હતો.આ ચેક સતિષભાઇએ બેન્કમાં રજુ કરતા ચેક પાછો ફર્યો હતો.ચેક પાછો ફરતા ફરિયાદી સતિષભાઈએ તેમના વકિલ મારફતે પ્રિતેશભાઈને નેગો કલમ ૧૩૮ મુજબની નોટિસ આપી હતી.નોટિસ મળ્યા બાદ પણ પ્રિતેશભાઈએ સતિષભાઈને લેણી રકમ ચુકવી ન હતી,તેથી સતિષભાઈએ ઝઘડિયા કોર્ટમાં ફરિયાદ કરી હતી.આ બાબતે કોર્ટમાં કેસ ચાલી જતા લેણી રકમ પેઠે આપેલ ચેક પાછો ફરવાના કિસ્સામાં નામદાર કોર્ટ દ્વારા ફરિયાદી સતિષભાઈ પટેલ દ્વારા પોતાના કેસના સમર્થનમાં રજુ કરેલ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ ગ્રાહ્ય રાખીને આરોપી ગોધવીયા પ્રિતેશભાઈ મનસુખભાઈ રહે.ઉતરાણ સુરતનાને એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો,અને જો આરોપી સદર રકમ ફરિયાદીને ચુકવવામાં નિષ્ફળ જાયતો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.ઉછીના લીધેલ રૂપિયાની ચુકવણી પેઠે આપેલ બેંક ચેક પાછો ફરવાના કિસ્સામાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને કેદની સજા ફરમાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!