– ૯ મહિલા બુટલેગર વોન્ટેડ જાહેર
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિવિધ બીટોમાં અલગ-અલગ ટીમો બનાવી તા. ૨૮ મેના રોજ પ્રોહિબિશન હેઠળ રેડ કરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં કુલ ૪૨ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૮૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે બે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી, જ્યારે ૨ પુરુષ તથા ૯ મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા અને વોન્ટેડ આરોપીઓની વિગતો
1. વર્ષા જીતેન્દ્ર વસાવા – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. શણકોઈ, તા. નેત્રંગ)
2. લીલા ગોપાલ વસાવા – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. શણકોઈ, તા. નેત્રંગ)
3. લક્ષ્મી ગણેશ વસાવા – ૪ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૮૦૦ (રહે. અશનાવી)
4. ભારતી રાજેશ વસાવા – ૪ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૮૦૦ (રહે. ઉડી)
5. ઉર્મિલા હર્ષદ વસાવા – ૪ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૮૦૦ (રહે. આંજોલી)
6. ભારતી દિનેશ વસાવા – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. નેત્રંગ)
7. નયના મંગા વસાવા – ૨ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૪૦૦ (રહે. નેત્રંગ)
8. પ્રભાવતી અરવિંદ વસાવા – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. ચંદ્રવાણ)
9. કનુબેન રામસિંગ વસાવા – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. કોચબાર)
10. સુમિત્રા મનીષ વસાવા – ૪ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૮૦૦ (રહે. મૌઝા હાથાકુંડી ફળીયું)
11. સુનંદા રાજેશ વસાવા – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. કાંટીપાડા ફોરેસ્ટ કંપની)
12. પ્રકાશ પ્રભાત વસાવા – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. નેત્રંગ)
13. હસમુખ રમણ ચૌધરી – ૩ લીટર દેશી દારૂ, કિંમત રૂ.૬૦૦ (રહે. રાજવાડી)
નેત્રંગ પોલીસે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક વલણ અપનાવી સતત કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી છે.




