– આદિત્ય બિરલા ગ્રાસીમ વિલાયત HIV/AIDS થી અસરગ્રસ્ત બાળકોની વહારે
ભરૂચ,
ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતના CSR વિભાગ દ્વારા ભરૃચ જિલ્લાના 19 ગામના HIV/AIDS અસરગ્રસ્ત 80 જેટલા જરૂરિયાત મંદ બાળકોને BDNP+ સંસ્થાના સંકલન દ્વારા રોટરી ક્લબ ભરૃચ ખાતે શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયત અને BDNP+ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ ખાતે રાખવામાં આવ્યું હતું.જેમાં 6 અનાથ,13 સિંગલ પેરન્ટ અને 61 જેટલા અન્ય કુલ મળી 80 જેટલા જરૂરિયાત મંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આખું વર્ષ જરૂરિયાત પડતી તમામ શિક્ષણને લગતી વસ્તુઓ જેવિકે ટીફીન બોક્સ, વોટર બોટલ, કંપાસ, પેન – પેન્સિલ બોક્સ, skechpen box, નોટ બૂકો, સ્કૂલ બેગ સહિત આપવા આવી જેથી કરીને તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.કાર્યક્રમ નિમિતે ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના આર.રામ કુમાર યુનિટ હેડ,નિમેષ જાદવ – વાઈસ પ્રેસિડેન્ટના માર્ગદર્શન હેઠળ અને રેણુ માથુર – આસીસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ CSR વિભાગના,સતીષ ભૂવીર – હેડ CSR Grasim,હેમરાજ પટેલ – AGM CSR, તરંગ પરમારની ઉપસ્થિતિમાં BDNP+ સંસ્થાના અધિકારી ગણ,રોટરી કલબના પ્રમુખ તેમજ આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ દ્વારા બાળકોને શિક્ષણની સમજ અને મહત્વતા ત્થા સરકારી અન્ય યોજનાઓ વિષે ઊંડાણથી વીગતવાર સમજ આપવામાં આવી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ જગાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તબક્કે ઉપસ્થિત વાલીઓ, BDNP+ ત્થા બાળકો દ્વારા ગ્રiસીમ કંપનીના ઉત્કૃષ્ટ CSR ઈન્વિટેશનના યોગદાન માટે હદય પૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.




