ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ મનસુખ વસાવા અને ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનો સાથે મોટી સંખ્યા ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે 

SHARE:

– જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગ સાથે ગાંધીનગર જવા માટે શરૂ થઈ પૂર જોશમાં તૈયારીઓ : નર્મદા ભાજપામાં હજી પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખ સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ નર્મદા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને અન્ય આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગાંધીનગર કમલમ ખાતે સોમવારે પહોંચશે.

જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગ સાથે ગાંધીનગર જવા માટે પૂર જોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બે દિવસ પહેલા રાજપીપળા ભાજપાના કાર્યક્રમમાં ધારાસભ્યનું અપમાન થયા બાદ ધરણા પ્રદર્શન કર્યું હતું.પ્રદેશકક્ષાની સમજાવટ બાદ આંદોલન સમેટાયું હતું.હવે સમગ્ર મામલો પ્રદેશમાં પહોંચતા પ્રદેશકક્ષાએથી આખરી નિર્ણય લેવાશે.ત્યારે 

સોમવારે મેસેજ આવ્યેથી ધારાસભ્ય પોતે,સાંસદ મનસુખ વસાવા,પૂર્વ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીતના આગેવાનો મેસેજ આવ્યેથી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે. 

ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાથી પ્રદેશ પ્રમુખ, મંત્રીને પુરાવા સાથે રજુઆત કરશે અને જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગ કરશે.છેલ્લા બે વર્ષથી નર્મદા જિલ્લા પ્રમુખ અને સંગઠન દ્વારા હેરાન પરેશાન અને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સામે મારી રજુઆત કરીશ.મારી પાસેની સાબિતી પુરાવા જે છે તે અમેં લેખિતમાં રજૂ કરશું.અમારી રજૂઆત બાદ પાર્ટી શું નિર્ણય લે છે એ પછી અમે આગળની રણનીતિ નક્કી કરીશું.અમારી બધી તૈયારી થઈ ચુકી છે મેસેજ આવશે એટલે અમે ગાંધીનગર પહોંચશું.મારી જેમ બીજા કાર્યકર્તાઓ પણ અપમાનિત થયા છે એ લોકો પણ પ્રદેશમાં રજુઆત કરવાના છે.

ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખના ધરણા સમાપ્ત થયા પછી  ભાજપા કાર્યાલય ખાતે કાર્યાકર્તાઓ,આદિવાસી સમાજના લોકોની ભીડ જામી હતી.ડૉ.દર્શના દેશમુખના કાર્યાલય ખાતે સમસ્ત આદિવાસી સમાજના લોકો અને કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા અને યોગ્ય ન્યાય નહીં મળે તો સમસ્ત આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને અપમાનનો બદલો લેશે.

સમસ્ત આદિવાસી સમાજ ડૉ.દર્શના દેશમુખને સમર્થન આપશે.જો ધારાસભ્ય ડૉ.દર્શના દેશમુખને ન્યાય નહિ મળે તો આંદોલન કરશે એવી પણ આદિવાસી સમાજની લાગણી જોવા મળી હતી.હાલ તો નર્મદા ભાજપામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે ત્યારે પ્રદેશકક્ષાએથી કેવો નિર્ણય લેવાય છે તેની રાહ જોવાઈ રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!