(ગણપત મકવાણા,પંચમહાલ)
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પ્રગતિનો પ્રવેશોત્સવ- ૨૦૨૬ ગોધરાના કાંસુડી પ્રાથમિક શાળામાં યોજાયો હતો. ગામના અન્ય બાળકોની સાથે નાના ભુલકાઓ માટે આ માહોલ, આટલા બધા લોકો અને નવા બાળકો, બધું જ તેની જિજ્ઞાસા જગાડતું હતું.તેમને આ પ્રસંગે નવા શૈક્ષણિક સાધનો અને એક નવું નક્કોર, રંગીન દફતર આપીને આવકારવા આવ્યા.
તસ્વીરમાં કેદ થયેલી આ નાજુક પળમાં નાના ભૂલકાઓનું પવિત્ર મૌન ઘણું બધું કહી જાય છે.પોતાની જિજ્ઞાસુ અને મોટી આંખોથી એ નવા જ રંગીન બેગને જોઈ રહી છે. તેમના પાસે રહેલું આ નવું કોરું બેગ તેના ભવિષ્યના સપનાઓ અને અસંખ્ય સંભાવનાઓની પ્રતીક છે.
નાના ભૂલકાંઓના ચહેરા પરની નિર્દોષ આતુરતા અને નવા શૈક્ષણિક સાધનો પ્રત્યેનું તેનું આશ્ચર્ય એ વાતની પુષ્ટિ કરે છે કે, કન્યા કેળવણીની આ પહેલ બાળકોના મનમાં શિક્ષણ પ્રત્યેનો પ્રેમ જગાડવામાં કેટલી સફળ રહી છે.આ નાનકડા ભૂલકાઓ હવે ‘બાલવાટિકા’ દ્વારા અક્ષરો અને શબ્દોના અદભુત સંસારમાં પગ મૂકવા તૈયાર છે.
ઉપરોક્ત તસવીરો પ્રવેશોત્સવના આ પવિત્ર દિને, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ ના પવિત્ર ઉદ્દેશ્યનું સૌથી સુંદર પ્રતીક બની છે.




