૨૮મી જૂને ‘નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે’ અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનમાં ભરૂચ જિલ્લાના ૨.૪૩ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે

SHARE:

– જિલ્લાના ૧૦૦૯ પોલિયો બૂથ અને હાઉસ-ટુ-હાઉસ ટીમો દ્વારા ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવશે

ભરૂચ,

ગાંધીનગરના કમિશન (આરોગ્ય) અને મિશન ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ આગામી ૨૮મી જન ૨૦૨૬ના રોજ ભરૂચ જિલ્લામાં પલ્સ પોલિયો અંતર્ગત ‘નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે’ (NID) રાઉન્ડનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને સુરક્ષિત કરવામાં આવશે.

આ રાઉન્ડમાં જિલ્લાના કુલ ૨,૪૩,૩૦૩ જેટલા ૦ થી ૫ વર્ષના પાત્રતા ધરાવતા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આ માટે પ્રથમ દિવસે એટલે કે ૨૮ જૂન ૨૦૨૬ના રોજ જિલ્લાભરમાં કુલ ૧૦૦૯ પોલિયો બૂથ (રસીકરણ કેન્દ્રો) કાર્યરત કરવામાં આવશે,જ્યાં વાલીઓ પોતાના બાળકોને રસી અપાવી શકશે.ત્યાર બાદ જે બાળકો બૂથ પર રસી લેવામાંથી વંચિત રહી જશે તેમના માટે ૨૯ જૂનથી ૨૦૨૬ અને તા. ૩૦ જૂન ૨૦૨૬ના રોજ આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા ‘હાઉસ ટુ હાઉસ’ (ઘેર-ઘેર) જઈને રસીકરણ કરવામાં આવશે.

આ ઉપરાંત, મોબાઈલ ટીમો દ્વારા જિલ્લાના તમામ અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારો જેવા કે હાઈરિસ્ક વિસ્તારો, ઈંટોના ભઠ્ઠા, શેરડી કટીંગ કરતા મજૂરોના વિસ્તારો, અગરિયા વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, જંગલ વિસ્તારો તેમજ બાંધકામ સાઇટો પર શ્રમજીવીઓના તમામ બાળકો સુધી પહોંચીને પોલિયોના બે ટીપાં પીવડાવવાની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવશે.

ભરૂચ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (ઈન્ચાર્જ) ડૉ.એચ.એસ.પટેલે જિલ્લાના તમામ નાગરિકો અને વાલીઓને નમ્ર અપીલ કરી છે કે આગામી ૨૮મી જૂનના રોજ પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ અવશ્ય પોલિયો વિરોધી રસી અપાવે અને આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!