દેણવા–ડોલીયા દરિયાઈ બ્રિજનું ધારાસભ્ય ડી.કે.સ્વામીએ નિરીક્ષણ કર્યું

SHARE:

– કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજની ૯૦ ટકા કામગીરી પૂર્ણ થતા ટૂંક સમયમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાવાની આશા

ભરૂચ,

ભરૂચ જિલ્લાના મહત્વાકાંક્ષી દેણવા–ડોલીયા દરિયાઈ બ્રિજની કામગીરીનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.તેમની સાથે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ભાજપના અગ્રણી બીજલ ભરવાડ, આમોદ શહેર યુવા મોરચાના મહામંત્રી સેમ માલી સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા આ દરિયાઈ બ્રિજની કામગીરી લગભગ ૯૦ ટકા પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બાકીની કામગીરી પણ ઝડપી ગતિએ ચાલી રહી હોવાથી ટૂંક સમયમાં બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી આશા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ વ્યક્ત કરી હતી.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે આ બ્રિજ કાર્યરત બન્યા બાદ સમગ્ર વિસ્તારના લોકો માટે પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. ખાસ કરીને જંબુસરથી દહેજ સુધી રોજગારી માટે અવરજવર કરતા નોકરીયાતો, ઉદ્યોગોમાં કાર્યરત કર્મચારીઓ, વેપારીઓ તેમજ વિદ્યાર્થીઓને સમય અને ઇંધણ બંનેની બચત થશે.લાંબા અંતરની મુસાફરી ટૂંકી બનતાં લોકોની સુવિધામાં વધારો થશે અને માર્ગ અકસ્માતનું જોખમ પણ ઘટશે.

આ ઉપરાંત દેણવા–ડોલીયા દરિયાઈ બ્રિજ શરૂ થતાં ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોને નવી વિકાસગતિ મળશે.દહેજ ઔદ્યોગિક વિસ્તાર સાથેનું જોડાણ વધુ સુલભ બનતાં વેપાર-ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને નવી દિશા મળશે.

સ્થાનિક લોકોએ પણ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થવા બદલ સંતોષ વ્યક્ત કરી વહેલી તકે બ્રિજ જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી માંગણી કરી હતી.વર્ષોથી જે બ્રિજની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે હવે સાકાર થવાના આરે પહોંચ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!