ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ : હાંસોટ અને વાલિયા માં બે બે ઈંચ વરસાદ

SHARE:

ભરૂચ,
ભરૂચ જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને બફારા બાદ જુલાઈ મહિના ના પ્રારંભ સાથે વરસાદી મહોલ જામ્યો છે.સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે જેમાં વાલિયા અને હાંસોટ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ગત રોજ થી વરસાદી મહોલ જામ્યો હતો જે આજે પણ યથાવત રહ્યો હતો. સવારથી જ ક્યારેક મુશળધાર તો કયારેક ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો.જિલ્લાના નવ તાલુકાઓ માં વત્તા ઓછા અંશે વરસાદી હાજરી પુરાવી હતી. જેમાં 2 જુલાઈ ની સવાર ના છ થી બપોર ના કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 56 મીમી નોંધાયો હતો.તો વાલિયા માં 49 મીમી અને અન્ય તાલુકાઓ પૈકી અંકલેશ્વર મા 23 મી.મી વાગરા માં 36 મીમી, ભરૂચ 3 મીમી, આમોદ માં 8 મી મી, જંબુસર માં 4 મીમી ,ઝઘડિયા અને નેત્રંગ મી માં 11-11 મીમી વરસાદ નોંધાયો હતો.ભરૂચ જિલ્લા માં વરસાદી માહોલ જમતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.ખેડૂતોના ચહેરા પર પણ ખુશી ની લાગણી પ્રસરી જવા પામી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!