આમોદના વિવિધ વિસ્તારોમાંથી ઝેરીલા સાપોનું સફળ રેસ્ક્યૂ કરી નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરાયા

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી અલગ-અલગ પ્રજાતિના કુલ પાંચ સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે સાપ અત્યંત ઝેરી પ્રજાતિના હોવાનું જાણવા મળ્યું છે.જે નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ જીવદયા કાર્યકર ધનસુખ પરમાર તથા હેમંત પરમારે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાપોને સુરક્ષિત રીતે પકડી લીધા હતા.રેસ્ક્યૂ કરાયેલા તમામ સાપોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી તેમની ઓળખ કર્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા.

નેચર સેવિંગ ફાઉન્ડેશન અને જીવદયા કાર્યકરોએ લોકોને અપીલ કરી છે કે ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો ગભરાશો નહીં કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશો નહીં. તેના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત સ્નેક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરવો, જેથી સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી તેને તેના કુદરતી નિવાસસ્થાને છોડવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!