સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાનની થીમને અનુસરતા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

SHARE:

– મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રેલીને ફલેગ બતાવી પ્રસ્થાન કરાવ્યું

ભરૂચ,

ભરૂચ આરોગ્ય વિભાગ તરફથી વસ્તી સ્થિરતા લાવવા અને સામાન્ય જનતામાં વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ કેળવવા દરેક તાલુકામાં જિલ્લાએ આજ રોજ “વિશ્વ વસ્તી દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં બે તબક્કાવાર ઉજવણીનું આયોજન કરાયું છે.લાલબત્તી સમાન વધતી જતી વસ્તી સામે વિશ્વ વસ્તી દિન નિમિત્તે ભરૂચ શહેરમાં લોકજાગૃતિના કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે.

ભરૂચ શહેરમાં વિશ્વ વસ્તી દીવસની ઉજવણી નિમિત્તે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણીમાં રેલીનું આયોજન કરાયું હતું.”સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાનની” થીમને અનુસરીને આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશનથી જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું.આ જનજાગૃતિ રેલીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓએ ફેલગ બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કુટુંબ નિયોજન સહિત સામાન્ય લોકોમાં જાગૃતિ કેળવાયે તે હેતુથી યોજાયેલી આ રેલી ભરૂચ રેલ્વે સ્ટેશનથી શરૂ થઈ જિલ્લા પંચાયત ખાતે તેનું સમાપન થયું હતું.આ રેલીમાં કુટુંબ નિયોજન અંતર્ગત નાનું કુંટુંબ, સુખી કુંટુંબ,ઘરમાં બે બોળકોની જોડી,સુખ વધારે અને ચિંતા થોડી જેવા વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી.રેલીમાં મેડીકલ કોલેજની વિદ્યાર્થીનીઓએ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ રેલીમાં જોડાયા હતા.

અત્રે ઉલ્લેખનિય છે કે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં તા.૧૮ જુલાઈ ૨૦૨૬ દરમિયાન સશક્ત પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાનની થીમ હેઠળ ‘વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૬ની ઉજવણી કરવામાં આવનાર છે.આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન અંગે લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવી, માતા-બાળ આરોગ્યને પ્રોત્સાહન આપવું, યોગ્ય દંપતીઓને ગુણવત્તાસભર પરિવાર કલ્યાણ સેવાઓ ઉપલબ્ધ કરાવવી તેમજ જવાબદાર માતા-પિતૃત્વ અંગે જનજાગૃતિ કેળવવાનો છે.

ભરૂચ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે અનેકવિઘ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે આ પખવાડિયા દરમિયાન આશા કાર્યકરો, એ.એન.એમ. (ANM), એમ.પી.એચ.ડબલ્યુ. (MPHW) તથા અન્ય આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય પાત્રતા ધરાવતા દંપતીઓનો સીધો સંપર્ક કરી પરિવાર નિયોજનના વિવિધ સાધનો, અંતરાલ પદ્ધતિઓ અને કાયમી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!