નર્મદાના તમામ 6 તાલુકાઓમાં ધોધમાર વરસાદ : રાજપીપળામાં નીચાણવાણા વિસ્તારોમા પાણી ભરાયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી ખેડૂતો વરસાદી રાહ જોઈ બેઠા હતા.આજે પાંચ દિવસ બાદ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરથી બાદ ધોધમાર વરસાદ વરસતા જિલ્લામાં ખેડૂતોએ જે બિયારણની વાવણી કરી છે જેને જીવનદાન મળતાં ખેડૂતોમાં એક અનેરો આનંદ થયો છે.વાત કરીએ નર્મદા જિલ્લાની તો છ એ છ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે.એનાથી અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે.રાજપીપળા શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં જેવા કે સ્ટેશન રોડ ,દરબાર રોડ, કાછીયાવાડી વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.નગરના મુખ્ય માર્ગો નદી પટમાં ફેરવાઈ ગયા છે.જો કે જિલ્લામાં સરેરાશ સવારથી અત્યાર સુધીમાં બેથી અઢી ઈંચ વરસાદ પડતા ખેડૂતોમાં એક અને આણંદ છવાયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!