(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ગાંજા પ્રકરણમાં ઝડપાયેલ નર્મદા કડોદના આરોપીને નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૭ ની વર્ષ સખત કેદની સજા તથા રૂ.૫૦,૦૦૦ ના દંડની સજા ફટકારી છે.
પ્રસ્તુત કેસમાં હકિકત એવી છે કે, આ કામના આરોપી મહેશભાઈ મનસુખભાઈ તડવી ગડોદ ગામે કભિર મંદિર ફળીયામાં પોતાના કબજા ભોગવટાના રહેણાંક ઘરેથી બે પ્લા.ની પારદર્શક કોથળીઓમાં રાખેલ ગેર કાયદેસરનો માદક પદાર્થ ગાંજા ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.
આ કેસ નર્મદા જીલ્લાના એડી.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ એ.વી.હીરપરાની કોર્ટમાં ચાલી ગયો હતો.જેમાં ફરીયાદી તર્ફે સરકારી વકીલ વંદનાબેન આઈ.ભટ્ટ નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદરપુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને એન.ડી.પી.એસ એક્ટની કલમ- ૮(સી),૨૦(બી),૨(બી) મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવીને આરોપીને ૭ વર્ષ સખત કેદની સજા તથા રૂ.૫૦,૦૦૦ નો દંડની સજા અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ફરમાવેલ છે.




