(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરૂચ – નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના 3 ત્રણ ગેટ ખોલાયા છે.કરજણ ડેમની સપાટી 106.20 મીટરે પહોંચી છે.ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમની સપાટીમાં વધારો થયો છે.કરજણ ડેમમાં પાણીની આવક 13836 ક્યુસેક થઈ છે.કરજણ ડેમનું લાઈવ સ્ટોરેજ 289.57 MCM મિલિયન ઘન મીટર નોંધાયું છે. કરજણ ડેમ 58.21% ભરાયો છે.




