– સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા એસટી ડેપો ખાતેથી બિરસા મુંડા જન જાતીય યોજના અંતર્ગત ડેડીયાપાડા, સાગબારા, ચીકદા,ગરુડેશ્વરના આદિવાસી વિદ્યાર્થી માટે 5 નવી બસોનું લોકાર્પણ સાંસદ, ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા,પ્રાયોજના વહીવટદાર લેફ્ટનન્ટ કર્નલ આમોલ,એસટી ડેપો મેનેજર એચ એસ જોશી અને ટ્રાઇબલ અધિકારી ની ઉપસ્થિતિમાં લીલી ઝંડી ફરકાવીને મીની બસોને નર્મદાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રવાના કરાઈ હતી.જેમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ નવી બસમાંબેસ્યાનો આનંદની લાગણી અનુભવી હતી અને સાંસદે વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો.આ બસો નર્મદાના અંતરિયાળ ગામો માટે (1) કનબુ ડી આંબાગામ (સુકવાલ) દેવમોગરા (2) સરિબાર ડુમખલ વાંદરી ડુમખલ (3) ડુમખલ વાંદરી ડુમખલ સારીબાર (4) દેવમોગરા આંબાગામ (સુકવાલ) કનબુડી આંબાગામ (સુકવાલ) ગામ માટે આજે 5 બસો રાજપીપલા એસટી બસ મથકેથી રવાના કરાઈ હતી.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના બાળકોને સ્કૂલે જવામાં તકલીફ ના પડે તે માટે ગુજરાત સરકારે ટ્રાયબલ વિસ્તારમાંથી 111 બસો ફાળવી છે જે આદિવાસી વિસ્તારના બાળકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે આજે નર્મદા જિલ્લામાં કુલ 11 બસો ફાળવી છે અગાઉ છ બસો ફાળવ્યા પછી આજે પાંચ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ગુજરાતના આદિવાસી બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે ગામડેથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સ્કૂલે સમય સર પહોંચી શકેઅને સારું શિક્ષણ મેળવે એ ગુજરાત સરકારનો અભિગમ છે તે માટે આં મીની બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ધારાસભ્ય ડો.દર્શના વસાવાએ જણાવ્યું હતું કે અગાઉ છ બસો ફાળવ્યા પછી પછી વધુ પાંચ નવી મીની બસો જે નર્મદાને ફાળવવામાં આવી છે જે ગામડાઓમાં અંતરિયાળ ગામોમાં અંદર ન જઈ શકે એવી જગ્યાએ મીની બસો જશે. આદિવાસી વિસ્તારના બાળકો સમય સર શાળા કોલેજમાં જઈ સારું શિક્ષણ મેળવે એ માટે ગુજરાતમાં ટ્રાયબલ વિસ્તારમાટે 111 બસો ફાળવવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.




