સરકારી વિનયન કોલેજ શહેરા ખાતે સંસ્કૃત વિભાગ દ્વારા ‘ગુરુ પૂર્ણિમા’ ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

SHARE:

(ગણપત મકવાણા, પંચમહાલ)

સરકારી વિનયન કોલેજ શહેરાના સંસ્કૃત વિભાગ દ્વારા ભારતીય સંસ્કૃતિના મનોહર પર્વ ‘ગુરુ પૂર્ણિમા’ની અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શ્રધ્ધા અને ગુરુભક્તિના વાતાવરણમાં સંપન્ન થયો હતો.આ ​કાર્યક્રમની શુભ શરૂઆત પ્રણાલિકા મુજબ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા દર્શાવતું મધુર અને સુંદર ભજન પ્રસ્તુત કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.

ગુરુભક્તિના આ પાવન પ્રસંગે સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓએ વિભાગના પ્રાધ્યાપકો ડૉ. શૈલેષકુમાર રાઉલજી, ડૉ. રાહુલ ત્રિવેદી તથા બારીઆ ભાવનાબેનનું કુમકુમ-અક્ષત અને પુષ્પ અર્પણ કરી ભાવપૂર્વક પૂજન તેમજ સ્વાગત કર્યુ હતું.આ તકે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ અને ગુરુજીઓ સાથેના અનુભવોનું ભાવુક કથન કર્યુ હતું તથા તમામ પ્રાધ્યાપકોને યાદગાર ભેટ-સોગાદો અર્પણ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં પ્રાધ્યાપકોએ પોતાના ઉદ્દબોધનમાં ગુરુપૂર્ણિમાનું સનાતન મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત જીવનમાં સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી તેમજ જીવનમાં ઉત્તમ સત્સંકલ્પો ધારણ કરી પ્રગતિના પંથે આગળ વધવા પ્રેરણા પૂરી પાડી હતી.કાર્યક્રમના અંતે આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી અને અત્યંત ભાવસભર વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!