ભરૂચ,
આમોદ નગર સહિત પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા અનરાધાર વરસાદને કારણે આમોદના અનેક ગામોમાં મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.જેથી લોકોએ ભારે હાલાકી વાઠેવાનો વારો આવ્યો હતો. આમોદ તાલુકાના મછાસરા ગામે તળાવ ઓવરફલો થતા ગામની નીચાણવાળા વિસ્તારમાં આવેલી નગરીઓમાં ઘરના ઉમરા સુધી પાણી ઘૂસી ગયા હતા તેમજ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સ્થિતિ ગંભીર બની હતી.સતત વરસાદને કારણે ગામનું તળાવ ઓવરફ્લો થતાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.પરિણામે રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો હતો.
જો વરસાદ યથાવત રહેશે તો વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જવાની પૂરી શક્યતા છે.ત્યારે ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક પાણીના નિકાલ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી હતી.આ ઉપરાંત બુવા ગામ પાસે ખાડીના પાણી ફરી વળતા આ ઉપરાંત આમોદ તાલુકામાં સરભાણ તેમજ ઘમણાદ વચ્ચે આવેલા નાળા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો.રસ્તો બંધ થઈ જતા બે ગામ વચ્ચેનો વાહનવ્યવહાર ઉપર અસર થઈ હતી.આમોદ નગરમાં મલ્લા તળાવ પાસે આવેલા કબ્રસ્તાન પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતા.તેમજ શાંતિ નગરના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા લોકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.તેમજ મુખ્ય માર્ગ ઉપર વીજ ટ્રાન્સફોર્મર પણ આવેલું હોવાથી સ્થાનિક લોકોએ અકસ્માત થવાની સંભાવના વ્યક્ત કરી હતી.




