ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત હર્ષોલ્લાસથી ભવ્ય ઉજવણી

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

આજે ૯ મી ઓગસ્ટને રવિવારના દિવસે ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા મથક ઝઘડિયા સહિત મહત્વના સ્થળોએ આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા આદિવાસી દિવસ મનાવાયો. આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ આદિવાસી યુવકોએ ઢોલ નગારાના સથવારે આદિવાસી નૃત્યો દ્વારા આદિવાસી દિવસ મનાવ્યો હતો.ઉલ્લેખનીય છેકે દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.આદિવાસી દિવસની ઉજવણીનો મૂળભૂત ઉદ્દેશ આદિવાસી સમાજના હકોનું રક્ષણ કરવા ઉપરાંત આદિવાસી સમુદાયની પ્રાચિન પરંપરાગત મૂલ્યવાન સંસ્કૃતિને જાળવી રાખવાનો છે.સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ ૧૯૯૪ માં દરવર્ષે ૯ મી ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરવામાં આવ્યું હતું,ત્યારથી દર વર્ષે આ દિવસે ઠેરઠેર આદિવાસી દિવસ મનાવાય છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી ઉમલ્લા તલોદરા ચદેરીયા જેેવા ગામમાંં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આદિવાસી સંસ્કૃતિની જાળવણી ઉપરાંત આદિવાસી નૃત્ય,ભાષા અને લોકગીતોને જાળવી રાખવાનો પણ હેતુ રહેલો છે.વીર બિરસા મુન્ડાએ રાષ્ટ્રની આઝાદી માટે આપેલ યોગદાનને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યાદ કરીને તેમની પ્રતિમાને પુષ્પહાર પહેરાવીને આદિવાસી દિવસ મનાવાય છે.ઝઘડિયા તાલુકો વસતિની દ્રષ્ટિએ આદિવાસી બહુમતી ધરાવતો તાલુકો હોઈ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસ મોટા ઉત્સાહથી મનાવાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!